દેશમાં ચોમાસું ફરી સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા 31 ઓગસ્ટે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ સહિતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ, વાવાઝોડા અને પૂરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યવાર હવામાન સ્થિતિ અને ચેતવણીઓ
-
ઉત્તર પ્રદેશ: પૂર્વી ઉત્તર પ્રદેશના લખનઉ, કાનપુર, વારાણસી સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા. મહારાજગંજમાં નારાયણી નદીમાં 1.70 લાખ ક્યુસેક પાણી આવતાં પૂરનું જોખમ વધ્યું છે.
-
બિહાર: નેપાળમાં ભારે વરસાદથી ગંગા અને ગંડક નદીઓની સપાટી વધતાં 6 જિલ્લાઓમાં પૂરનું એલર્ટ. પટનામાં ગંગા નદીનો દીઘા ઘાટ ડૂબ્યો છે.
-
ઉત્તરાખંડ: અલમોડા, ચમોલી, નૈનીતાલ અને ઉત્તરકાશી સહિતના પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન અને રસ્તાઓ બંધ થવાની આશંકા હોવાથી પ્રવાસીઓને મુસાફરી ટાળવા સલાહ.
-
હિમાચલ પ્રદેશ: 31 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદનું યલો એલર્ટ. મોસમ દરમિયાન 103 લોકોના મોત અને રૂ. 1,184 કરોડનું નુકસાન નોંધાયું છે.
-
મધ્ય પ્રદેશ: સતત 18 કલાક વરસાદથી ચિત્રકૂટમાં મંદાકિની નદી 30 ફૂટની ઊંચાઈએ વહેતાં પૂરની સ્થિતિ. મુખ્યમંત્રી મોહન યાદવે પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું.
-
દિલ્હી-NCR: વાદળછાયા વાતાવરણ વચ્ચે 50 થી 60 કિમી/કલાકની ઝડપે પવન અને ટૂંકા ગાળાના ભારે વરસાદની સંભાવના.










