રાજકોટના મોરબી રોડ ઉપર આવેલા ગૈરીદળ વિસ્તારમાં વહેલી સવારે બુકાનીધારી શખ્સોએ એક મકાનને નિશાન બનાવતાં ચકચાર મચી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, કાળીભાઈ નાનજીભાઈ જખાનીયાના ઘરે સવારે આશરે 4 વાગ્યાના સમયે બુકાનીધારી શખ્સો ઘૂસી આવ્યા હતા. શખ્સોએ ઘરમાંથી અંદાજે રૂ.2 લાખ રોકડ તેમજ એક તોલા કરતાં વધુ વજનની બુટ્ટી સહિતના દાગીનાની ચોરી કરી હોવાની માહિતી સામે આવી છે.
દરમિયાન ઘરમાં સૂતેલા પરિવારના સભ્યને જોઈ શખ્સો ત્યાંથી ભાગી ગયા હોવાનું જાણવા મળે છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી છે. બુકાનીધારી શખ્સોને ઝડપી પાડવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
Post Views: 0











