મહેસાણા જિલ્લાના કડી તાલુકાના વિડજ ગામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) પોલીસે દેશી દારૂની ચાલુ ભઠ્ઠીઓ પર દરોડો પાડી મોટી કાર્યવાહી હાથ ધરી છે. પોયણી તલાવડીના કિનારે તેમજ એક ઘર આગળ ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપાતા બૂટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
18 હજાર લીટર દારૂનો વોશ સ્થળ પર નાશ કરાયો
-
ગુપ્ત બાતમીના આધારે દરોડો: LCB મહેસાણાની ટીમે મળેલી ચોક્કસ બાતમીના આધારે વિડજ ગામમાં દરોડા પાડ્યા હતા, જ્યાં પોયણી તલાવડી કિનારે અને ઘર પાસે ચાલુ હાલતમાં દેશી દારૂની ભઠ્ઠીઓ મળી આવી હતી.
-
વોશનો નાશ: સ્થળ પરથી મળી આવેલો અંદાજે 18,000 લીટર દેશી દારૂ ગાળવાનો કેમિકલયુક્ત વોશ પોલીસની ટીમે સ્થળ પર જ નષ્ટ કર્યો હતો.
₹4.76 લાખનો મુદ્દામાલ જપ્ત
પોલીસે કાર્યવાહી દરમિયાન દેશી દારૂ ગાળવા માટે વપરાતી સાધન સામગ્રી જપ્ત કરી છે:
-
Plastic ના 200 લીટરના કુલ 90 પીપ (ડ્રમ).
-
દારૂ ગાળવા માટેની અન્ય સાધન સામગ્રી.
-
વોશ અને સાધન-સામગ્રી મળીને કુલ ₹4.76 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.
3 આરોપીઓ ફરાર, કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
દરોડા દરમિયાન દારૂની ભઠ્ઠીઓ ચલાવતા 3 આરોપીઓ પોલીસને જોઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ મામલે કડી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને LCB પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને આ કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંકળાયેલા છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.










