અમદાવાદ પ્લેન ક્રેશ મામલે યુએસ આધારિત લીગલ ફર્મ બિસ્લી એલન અને પાયલોટ એસોસિએશને બોઇંગ 787ના સિમ્યુલેટર ટેસ્ટના ડેટા જાહેર કરી વળાંક આપ્યો છે. આ નવા અહેવાલમાં સ્પષ્ટ કરાયું છે કે ભયાનક દુર્ઘટના પાછળ પાયલોટની કોઈ ભૂલ કે આપઘાતની શક્યતા નહોતી. પ્રાથમિક અહેવાલોમાં પાયલોટ પર ઉઠાવાયેલા સવાલોને આ વૈજ્ઞાનિક પુરાવાઓએ ફગાવી દીધા છે.
18 સેકન્ડનો સમય અને પ્રાથમિક રિપોર્ટનો દાવો ફગાવ્યો
-
ઇમરજન્સી પાવરનો સમય: સિમ્યુલેટર ડેટા મુજબ, કટોકટીમાં ઇમરજન્સી પાવર ચાલુ કરવામાં ઓછામાં ઓછી 18 સેકન્ડ લાગે છે.
-
4 સેકન્ડની દલીલ ખોટી: અગાઉના પ્રાથમિક રિપોર્ટમાં માત્ર 4 સેકન્ડની દલીલ આપી પાયલોટને દોષિત ઠેરવવાનો પ્રયાસ કરાયો હતો, જે તકનીકી રીતે અશક્ય અને તથ્યહીન સાબિત થયો છે.
બોઇંગ સામે સવાલો અને ફેરતપાસની માંગ
-
ટેકનિકલ ખામી પર શંકા: અમેરિકન કંપનીના બારીક વિશ્લેષણથી હવે બોઇંગ 787 વિમાનની સુરક્ષા વ્યવસ્થા પર અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.
-
તપાસની દિશા બદલાશે: આ નવા ખુલાસા બાદ વૈશ્વિક ઉડ્ડયન એજન્સીઓ ફેરતપાસ કરવા મજબૂર બની છે. પાયલોટના પરિવારજનો અને એસોસિએશનની લાંબા સમયની ન્યાયની માંગ બાદ હવે કેસની તપાસ નવી દિશામાં આગળ વધશે.
Post Views: 0










