10 લાખથી વધુ દીકરીઓ માટે મોટી ભેટ: ગુજરાતની સરકારી શાળાઓમાં દર મહિને મફત સેનેટરી નેપકીન અપાશે

ગાંધીનગર: ગુજરાત સરકારે રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતી 10 લાખથી વધુ દીકરીઓના આરોગ્ય અને સશક્તિકરણ માટે મોટો નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને દર મહિને વિનામૂલ્યે સેનેટરી નેપકીન આપવાની યોજના શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ લાવવામાં આવેલી આ પહેલ પાછળ રૂ. 46.68 કરોડનું બજેટ ફાળવાયું છે.

વાર્ષિક રૂ. 46.68 કરોડની બજેટ જોગવાઈ અને મફત વિતરણ

  • વાર્ષિક રૂ. 360 નો લાભ: ધોરણ 6 થી 12 ની દરેક વિદ્યાર્થીની માટે વાર્ષિક રૂ. 360 ની જોગવાઈ કરાઈ છે, એટલે કે દર મહિને રૂ. 30 ની કિંમતના ઉચ્ચ ગુણવત્તાવાળા ઓક્સો-બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકીન શાળામાં જ મફત અપાશે.

  • આર્થિક રાહત: આર્થિક રીતે નબળા પરિવારો પરનો બોજ ઓછો થશે અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવામાં મદદ મળશે.

મહિલા શિક્ષકોને નોડલ જવાબદારી અને જાગૃતિ

  • નોડલ શિક્ષક: દરેક શાળામાં મહિલા શિક્ષકને નોડલ શિક્ષક તરીકેની જવાબદારી સોંપાશે, જેઓ દીકરીઓને નેપકીન આપવા સાથે માસિક ધર્મ અંગે વૈજ્ઞાનિક માર્ગદર્શન આપશે.

  • શરમ અને ભય દૂર થશે: દીકરીઓમાં રહેલી ગેરમાન્યતાઓ અને સંકોચ દૂર કરી ખુલ્લી ચર્ચાનું વાતાવરણ ઊભું કરાશે.

હાજરીમાં વધારો અને યોગ્ય નિકાલની વ્યવસ્થા

  • શાળામાં હાજરી વધશે: ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોની દીકરીઓ માસિક ધર્મ દરમિયાન ગેરહાજર રહેતી હોય છે, તે સમસ્યા દૂર થશે અને શિક્ષણ સતત ચાલુ રહેશે.

  • કચરા નિકાલના નિયમો: વપરાયેલા સેનેટરી નેપકીનનો ‘Solid Waste Management Rules, 2016’ મુજબ યોગ્ય નિકાલ કરવાનો રહેશે. જે શાળાઓમાં ઈન્સિનીરેટર મશીન ઉપલબ્ધ હોય ત્યાં મશીન કાર્યરત રાખવાની સૂચના અપાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE