શેરબજારમાં સુસ્ત કારોબાર: સેન્સેક્સ-નિફ્ટી મર્યાદિત વધારા સાથે બંધ, બ્રેન્ટ ક્રૂડ 91 ડોલરને પાર

નવા ટ્રિગરના અભાવે રોકાણકારોમાં સાવચેતી; સોનાના ભાવમાં પણ તેજી

મુંબઈ: સ્થાનિક શેરબજારમાં આજે દિવસભર ફ્લેટ અને નિરસ કારોબાર જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં મિશ્ર સંકેતો અને નવા ટ્રિગરના અભાવે રોકાણકારોએ સાવચેતીપૂર્વક ખરીદી-વેચાણ કરતાં મુખ્ય સૂચકાંકો મર્યાદિત વધારા સાથે બંધ રહ્યા.

દિવસના અંતે સેન્સેક્સ 29 પોઇન્ટના વધારા સાથે 77,683 પર બંધ રહ્યો, જ્યારે નિફ્ટી 10 પોઇન્ટ ઉછળી 24,259ના સ્તરે સમાપ્ત થયો. કારોબાર દરમિયાન સેન્સેક્સે 77,900ની ઉચ્ચ અને 77,440ની નીચી સપાટી નોંધાવી હતી, જ્યારે નિફ્ટી 24,187થી 24,331ની રેન્જમાં રહ્યો હતો.

સેક્ટરલ મોરચે હીરો મોટોકોર્પ, TVS મોટર્સ, HDFC બેંક, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર, વિપ્રો, આલ્કેમ લેબોરેટરીઝ, કલ્યાણ જ્વેલર્સ અને એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં ખરીદીનો માહોલ રહ્યો હતો. બીજી તરફ ઇન્ફોસિસ, પ્રીમિયર એનર્જી, વારી એનર્જી, પ્રેસ્ટીજ એસ્ટેટ્સ, વોડાફોન આઈડિયા, સુઝલોન, યેસ બેંક અને આદિત્ય ઇન્ફોટેકના શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

કોમોડિટી બજારમાં WTI ક્રૂડનો ભાવ 84.28 ડોલર પ્રતિ બેરલ રહ્યો હતો, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 91.09 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યું હતું. કિંમતી ધાતુઓમાં તેજી યથાવત રહી હતી. સ્થાનિક બજારમાં હાજર સોનાનો ભાવ રૂ.800 વધીને રૂ.1,47,700 પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો, જ્યારે વાયદા બજારમાં સોનું રૂ.650ના વધારા સાથે રૂ.1,42,445 પર કારોબાર કરતું રહ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE