રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે હાઈટેક કાર ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો, સોફ્ટવેરથી મિનિટોમાં વાહનો કરતા હતા ચોરી

રાજકોટ: રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કાર ચોરી કરતી હાઈટેક ગેંગનો પર્દાફાશ કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ સોફ્ટવેર અને ખાસ સાધનોની મદદથી વાહનોની સુરક્ષા વ્યવસ્થાને નિષ્ક્રિય કરીને ચોરીને અંજામ આપતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

પોલીસે આરોપીઓ પાસેથી બે સ્વિફ્ટ કાર અને એક અર્ટિકા કાર સહિત ત્રણ ચોરાયેલા વાહનો કબજે કર્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ચોરી કર્યા બાદ આ વાહનો રાજસ્થાનમાં લઈ જઈ વેચી દેવામાં આવતા હતા.

તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી એક કિલો વજનનો શક્તિશાળી મેગ્નેટ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ મેગ્નેટની મદદથી તેઓ વાહનોના સ્ટીયરિંગ લોક તોડી નાખતા હતા, જ્યારે ખાસ સોફ્ટવેર દ્વારા વાહનની સુરક્ષા સિસ્ટમને બાયપાસ કરીને ખૂબ જ ઓછા સમયમાં કાર ચોરી લેતા હતા.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય શખ્સો, ચોરાયેલા વાહનોના ખરીદદારો અને સમગ્ર આંતરરાજ્ય નેટવર્ક સુધી પહોંચવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE