કચ્છના રાપરમાં કેટામાઇન ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો, પોલીસે ₹55 હજારથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત

કચ્છ: કચ્છ જિલ્લાના રાપરમાં નશીલા પદાર્થોના વેપાર સામે પોલીસે વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરી છે. ભુતીયા કોઠા વિસ્તારમાંથી એક યુવકને કેટામાઇન ડ્રગ્સ સાથે ઝડપી પાડીને તેની પાસેથી ડ્રગ્સ, મોબાઇલ ફોન સહિત કુલ ₹55,120નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભુતીયા કોઠા વિસ્તારમાં દેખરેખ ગોઠવવામાં આવી હતી. દરમિયાન શંકાસ્પદ હાલતમાં ફરતા તુષાર હિતેશભાઈ સોનીને અટકાવી તપાસ કરતાં તેની પાસેથી 5.120 ગ્રામ કેટામાઇન ડ્રગ્સ મળી આવ્યું હતું.

આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસે ડ્રગ્સ ઉપરાંત મોબાઇલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સમગ્ર મામલે રાપર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસ હવે આરોપીને આ ડ્રગ્સ ક્યાંથી મળ્યું, કોને પહોંચાડવાનું હતું અને તેની પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે સહિતના તમામ પાસાઓની સઘન તપાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE