ધંધુકા પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ

અમદાવાદ: અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં લાંબા વિરામ બાદ ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. ધંધુકા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું.

ઊંચડી વિસ્તારમાં અંદાજે 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે ગામના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતાં રસ્તાઓ પર પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. સ્થાનિકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે, જ્યારે ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદ સમાન સાબિત થયો છે.

ધંધુકા તાલુકાના ચંદરવા, ઊંચડી, સાલાસર, બાજરડા, સરવાળ અને ઝાંઝરકા સહિતના વિસ્તારોમાં પણ ગાજવીજ અને તેજ પવન સાથે સારો વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે ખેતરોમાં ભેજ વધતાં વાવણી માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં પણ અમદાવાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE