વડોદરા: શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં પોલીસે ગેરકાયદેસર દારૂના જથ્થા સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. શહેર LCB ઝોન-3ની ટીમે જાનકી ડુપ્લેક્ષ સોસાયટીમાં આવેલા એક મકાન પર દરોડો પાડી ગુપ્ત ભોંયરામાં છુપાવી રાખેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં પોલીસે મકાનની સઘન તપાસ કરતાં ખાસ બનાવવામાં આવેલા ગુપ્ત ભોંયરામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સમગ્ર જથ્થો કબ્જે કરીને જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ દારૂ કોના માટે રાખવામાં આવ્યો હતો, તેનો સપ્લાય ક્યાંથી થતો હતો અને આ રેકેટમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે તે દિશામાં વધુ તપાસ ચલાવી રહી છે.
Post Views: 0











