નવી દિલ્હી : પોતાના ઘરનું સપનું જોતા મધ્યમ વર્ગના પરિવારો માટે કેન્દ્ર સરકાર દ્વારા મોટી રાહત આપવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U 2.0) હેઠળ પાત્ર લાભાર્થીઓને હોમ લોન પર 4 ટકા સુધીની વ્યાજ સબસિડી આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
યોજનાના નિયમો અનુસાર, જેમની વાર્ષિક ઘરગથ્થુ આવક ₹6 લાખથી ₹12 લાખની વચ્ચે છે તેવા પરિવારોને મહત્તમ ₹9 લાખ સુધીની હોમ લોન પર 4 ટકા સુધીની વ્યાજ સબસિડીનો લાભ મળી શકે છે. સરકારનો હેતુ મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોને પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવામાં મદદરૂપ થવાનો છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી 2.0 અંતર્ગત આર્થિક રીતે નબળા વર્ગ (EWS), નીચી આવક જૂથ (LIG) તેમજ મધ્યમ આવક જૂથ (MIG)ના પરિવારોને આવરી લેવામાં આવ્યા છે. યોજનાનો લાભ માત્ર તે પરિવારોને મળશે જેમની પાસે દેશમાં ક્યાંય પણ પોતાનું પાકું મકાન નથી.
સરકારી માહિતી અનુસાર, ₹25 લાખ સુધીની હોમ લોન અને ₹35 લાખ સુધીની કિંમતના મકાન માટે પાત્ર લાભાર્થીઓને પ્રથમ ₹8 લાખની લોન પર 12 વર્ષ સુધી 4 ટકા વ્યાજ સબસિડી આપવામાં આવશે.
Post Views: 0











