કચ્છ જિલ્લાના રાપર ખાતેથી ‘લવ જેહાદ’ અને બળજબરીપૂર્વક ધર્માંતરણનો એક અત્યંત હૃદયદ્રાવક અને ચિંતાજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક વિધર્મી શખ્સ દ્વારા સ્થાનિક હિન્દુ સગીરાને પ્રેમજાળમાં ફસાવી, નિકાહ અને ધર્માંતરણના ઇરાદે અપહરણ કરી ભગાડી જવામાં આવી હતી. આરોપી છેલ્લા બે વર્ષથી સગીરાને ગોંધી રાખીને તેની પર બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધી નરકાગાર જેવી પાશવી યાતનાઓ આપતો હતો. આ ગંભીર મામલો સામે આવતા જ સમગ્ર પંથકના સનાતન સમાજમાં ભારે રોષ, આક્રોશ અને ચિંતાની લાગણી વ્યાપી ગઈ છે.
પીડિત સગીરાના ભાઈને જાનથી મારી નાખવાની અને સમગ્ર પરિવારને બરબાદ કરી દેવાની વારંવાર ધમકીઓ આપીને નરાધમ આરોપી છેલ્લા બે વર્ષથી આ કુકર્મ આચરતો હતો. આ પાશવી અત્યાચાર દરમિયાન સગીરા ત્રણ-ત્રણ વાર ગર્ભવતી બની ગઈ હતી, પરંતુ આરોપી દ્વારા ગુપ્ત રીતે તેનો ગર્ભપાત કરાવી નાખવામાં આવ્યો હતો. આ ભયાનક ગતિવિધિઓ આટલેથી જ ન અટકી, આરોપી સગીરાને રાજસ્થાનના અજમેર ખાતે લઈ ગયો હતો. ત્યાં સ્થાનિક મૌલવીની સાંઠગાંઠથી હિન્દુ દીકરીનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાવી, તેનું નામ બદલીને ‘સકીના’ કરી નાખવામાં આવ્યું હતું અને મૌલવી દ્વારા નિકાહ પઢાવી દેવાયા હોવાનો પણ પર્દાફાશ થયો છે.
આ ભયંકર કાવતરાની જાણ થતાં જ ‘હિન્દ રક્ષક સંઘ’ના સંસ્થાપક અધ્યક્ષા ડૉ. સીમાબેન પટેલ ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક રાપર પહોંચ્યા હતા અને પીડિત પરિવારની રૂબરૂ મુલાકાત લઈને તેમને ન્યાય અપાવવા માટે ઢાલ બનીને ઊભા રહ્યાં હતાં. ડૉ. સીમાબેન અને તેમની ટીમે સતત બે દિવસ ભારે જહેમત ઉઠાવી સ્થાનિક પોલીસ તંત્ર સાથે સીધું સંકલન સાધ્યું હતું, જેને પગલે યુવતીની માતાની ફરિયાદના આધારે રાપર પોલીસ મથકના પીઆઈ આર.એલ. ખટાણાએ ગુનાની ગંભીરતાને સમજી ત્વરિત પગલાં ભર્યાં હતાં. પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ હિન્દુ યુવતીને હેમખેમ શોધી કાઢી હતી અને મુખ્ય આરોપી જાહીન અબ્દુલ ચૌહાણને દબોચી લીધો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી ૫ દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જેથી આ આખા નેટવર્કના મૂળ સુધી પહોંચી શકાય.
આ કપરા સમયમાં હિન્દુ દીકરીને ન્યાય અપાવવા માટે રાપરના તમામ સ્થાનિક હિન્દુ સંગઠનો એકતાના તાંતણે બંધાયા હતા. ડૉ. સીમાબેન પટેલે હિન્દુ યુવા સંગઠનના અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા, પૂર્વ કચ્છ જિલ્લા ઉપપ્રમુખ ભીમજીભાઈ ગોહિલ, જિલ્લા મંત્રી ગૌતમભાઈ ડાંગર, ગૌરક્ષક જગુભા જાડેજા, હરેશભાઈ પ્રજાપતિ, હમીરજી સોંઢા, રામજીભાઈ આહીર, શશિકાંતભાઈ પટેલ, ભરતભાઈ પ્રજાપતિ, સંજયભાઈ ત્રિવેદી, ઋષભભાઈ અને શૈલેષભાઈ સોની સહિતના તમામ હિન્દુ આગેવાનો અને નિષ્ઠાપૂર્વકની કામગીરી બદલ રાપર પોલીસ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
એક સત્તાવાર અખબારી યાદીમાં ‘હિન્દ રક્ષક સંઘ’ના અધ્યક્ષા ડૉ. સીમાબેન પટેલે સિંહણની જેમ ગર્જના કરતાં જણાવ્યું હતું કે, તેમનું સંગઠન હિન્દુ દીકરીઓની સુરક્ષા અને સન્માનની રક્ષા માટે હંમેશા પ્રતિબદ્ધ છે. વિધર્મીઓ દ્વારા ચલાવવામાં આવતા ‘લવ જેહાદ’, ‘લેન્ડ જેહાદ’ અને ધર્માંતરણ જેવા રાષ્ટ્રવિરોધી ષડયંત્રો દ્વારા દેશનું વસ્તી સંતુલન બદલવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેની સામે કાયદાકીય અને સામાજિક સ્તરે તેમની લડત અવિરત ચાલુ રહેશે અને આવી દરેક દેશવિરોધી કોશિશને જડબાતોડ જવાબ આપવામાં આવશે.
રિપોર્ટ: ડૉ. સ્મિત પટેલ,રાષ્ટ્રીય અધ્યક્ષ – હનુમંત સેના
Post Views: 0












