પીએમ નરેન્દ્ર મોદી તેમના સ્લોવાકિયા પ્રવાસ માટે રાજધાની બ્રાતિસ્લાવા પહોંચી ગયા છે. અહીં હોટલ પહોંચવા પર લોકો દ્વારા પીએમ મોદીનું ખૂબ જ ઉષ્માભર્યું અને ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં એકત્ર થયેલા ભારતીય સમુદાયના લોકોએ ‘મોદી-મોદી’ અને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા હતા.
બ્રેડ અને મીઠા સાથે સ્વાગત બ્રાતિસ્લાવા પહોંચવા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બ્રેડ અને મીઠા (નમક) સાથે પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્લોવાક સંસ્કૃતિમાં બ્રેડ અને મીઠા સાથેનું આ પરંપરાગત સ્વાગત મહેમાનગતિ, સન્માન અને સદ્ભાવનાનું પ્રતીક માનવામાં આવે છે.
મિત્રતા અને સુરક્ષાનું પ્રતીક છે આ પરંપરા બ્રેડ એ સમૃદ્ધિ અને જીવન-પોષણનું પ્રતીક છે, જ્યારે મીઠું એ મૂલ્ય, મિત્રતા અને સુરક્ષાનું પ્રતીક છે. આ રીત-રિવાજના મૂળ સ્લાવિક પરંપરાઓમાં ખૂબ જ ઊંડા છે અને તે દર્શાવે છે કે સ્લોવાક લોકો અન્યનું ઉષ્માભર્યું સ્વાગત કરવા તેમજ ઘર અને સમુદાયની ખુશીઓ વહેંચવાને કેટલું મહત્વ આપે છે. આ સાથે જ લુચનિકા એન્સેમ્બલ દ્વારા ‘વંદે માતરમ’ની પ્રસ્તુતિ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
સ્વતંત્ર સ્લોવાકિયાની ધરતી પર પ્રથમ ભારતીય પીએમ પીએમ મોદીનો આ એક ઐતિહાસિક પ્રવાસ છે. 1993માં સ્લોવાકિયાની સ્વતંત્રતા બાદ કોઈપણ ભારતીય વડાપ્રધાનની આ પ્રથમ મુલાકાત છે, જેને લઈને ત્યાં રહેતા ભારતીય સમુદાયમાં ભારે જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
પીએમ મોદી રોબર્ટ ફિકો અને રાષ્ટ્રપતિ પેલેગ્રિની સાથે મુલાકાત કરશે પીએમ મોદી પોતાની આ યાત્રા દરમિયાન સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો અને રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રિની સાથે મુલાકાત કરશે. આ દરમિયાન બંને દેશો વચ્ચે વ્યાપાર, રોકાણ, સંરક્ષણ, ઓટોમોબાઈલ અને રેલવે નિર્માણને પ્રોત્સાહન આપવા અંગે વાતચીત થશે.
‘મહાદેવ કીર્તન પ્રોજેક્ટ’ સાંભળીને મંત્રમુગ્ધ થયા પીએમ મોદી બ્રાતિસ્લાવામાં હોટલ પહોંચવા પર સ્લોવાકિયાના મ્યુઝિકલ ગ્રુપ ‘મહાદેવ કીર્તન પ્રોજેક્ટ’ દ્વારા એક આધ્યાત્મિક પ્રસ્તુતિ કરવામાં આવી, જેને સાંભળીને પીએમ મોદી પણ મંત્રમુગ્ધ થઈ ગયા. આ દરમિયાન ભારતીય લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
પીએમ મોદી અને મેક્રોન વચ્ચે મુલાકાત આ અગાઉ ફ્રાન્સમાં પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચે મુલાકાત થઈ હતી. આ દરમિયાન બંને નેતાઓએ એકબીજાને ગળે લગાવીને સ્વાગત કર્યું હતું. આ સાથે જ ભારત અને ફ્રાન્સ વચ્ચેની ઐતિહાસિક વિશેષ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી પર બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી.
બંને દેશો વચ્ચે 19 થી વધુ કરારો પર હસ્તાક્ષર આ દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ, અવકાશ, પરમાણુ ઊર્જા અને ડિજિટલ ટેકનોલોજી સહિત 19 થી વધુ મહત્વપૂર્ણ કરારો થયા. પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ફ્રાન્સ બંનેએ મળીને ‘ઇનોવેશન રોડમેપ 2030’ લાગુ કર્યો છે. જે બંને દેશોની પ્રગતિનો માર્ગ પ્રશસ્ત કરશે.
Post Views: 0











