રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાએ વચન નિભાવ્યું: 180 બાળકોને આપી સ્કોલરશિપ, વિદ્યાર્થીઓની યાદી જાહેર કરી

સાઉથના સુપરસ્ટાર એક્ટર વિજય દેવરકોંડા અને રશ્મિકા મંદાનાએ લગ્ન પછી એક ખૂબ જ નેક કામ કર્યું છે, જેની ચારેય તરફ જોરદાર ચર્ચા થઈ રહી છે. તેલંગાણામાં વિદ્યાર્થીઓ માટે એક શૈક્ષણિક પહેલની જાહેરાત કર્યાના થોડા મહિનાઓ બાદ, આ સુપરહિટ જોડીએ હવે સરકારી શાળાના વિદ્યાર્થીઓને મદદ કરવાના હેતુથી આ પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધું છે. આ બાબતની માહિતી કપલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી.

રશ્મિકા અને વિજયે લગ્ન પછી કર્યું પુણ્યનું કામ

રવિવાર, 14 જૂન 2026ના રોજ વિજયે સોશિયલ મીડિયા પર એક અપડેટ શેર કર્યું હતું. તેઓ થુમ્મનપેટા જઈ રહ્યા હતા, જે તેમના પિતાનું જન્મસ્થળ છે. એક્ટરે જણાવ્યું કે તેઓ અને રશ્મિકા એ સપનાને પૂરું કરવા તરફ આગળ વધી રહ્યા છે, જેના વિશે તેમણે આ વર્ષની શરૂઆતમાં વાત કરી હતી. એક્ટરે જણાવ્યું કે અમે તેલંગાણાના અચમપેટ મંડળમાં 9મા અને 10મા ધોરણના મહેનતુ વિદ્યાર્થીઓને પુરસ્કાર અને સ્કોલરશિપ આપવા જઈ રહ્યા છીએ. આ અંગે ‘X’ પર જાહેરાત કરતા વિજયે લખ્યું હતું:

રશ્મિકા-વિજયે 180 બાળકોના ભણતરની જવાબદારી લીધી રશ્મિકાએ પણ વિજયની આ પોસ્ટને રીશેર કરીને રેડ હાર્ટ ઇમોજી સાથે પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

આ પહેલ ફેબ્રુઆરી મહિનામાં શરૂ થઈ હતી, જે ઉદયપુરમાં આ કપલના લગ્ન થયાના થોડા સમય બાદની વાત છે. તે સમયે વિજય અને રશ્મિકાએ ‘દેવરકોંડા ફાઉન્ડેશન’ દ્વારા થુમ્મનપેટાની 44 સરકારી શાળાઓમાં 9મા અને 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ પહેલથી આર્થિક તંગીના કારણે શાળા છોડી દેવા મજબૂર બનતા બાળકોને પોતાનો અભ્યાસ પૂરો કરવાની તક મળશે. આ યોજનામાં 180 બાળકોનો સમાવેશ થાય છે, જેમની યાદી કપલે શેર કરી છે.

રશ્મિકા-વિજયની ત્રીજી ફિલ્મ

આ કપલની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો, વિજય અને રશ્મિકા આગામી પીરિયડ ડ્રામા ફિલ્મ ‘રણબાલી’માં એકસાથે જોવા મળશે. ‘ગીતા ગોવિંદમ’ અને ‘ડિયર કૉમરેડ’ જેવી સફળ ફિલ્મો બાદ એકસાથે આ તેમની ત્રીજી ફિલ્મ હશે. લગ્ન પછીનો આ તેમનો પહેલો સંયુક્ત પ્રોજેક્ટ પણ હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE