આઈપીએલ 2026 માં 24 મેના રોજ મુંબઈ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો રમાયો હતો. આ મેચમાં મુંબઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી રાજસ્થાન રોયલ્સને સારી શરૂઆત મળી ન હતી. રાજસ્થાનના ટોપ ઓર્ડર બેટ્સમેનો આ મેચમાં ફ્લોપ રહ્યા હતા.
અંતમાં જોફ્રા આર્ચરે તોફાની ઇનિંગ રમીને રાજસ્થાનને 205 રન સુધી પહોંચાડી દીધું હતું. આ સિવાય બોલિંગમાં પણ તેણે 4 ઓવરમાં 17 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. તે રોયલ્સની જીતનો અસલી હીરો બન્યો હતો. બીજી તરફ, લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સને પણ સારી શરૂઆત મળી ન હતી. રોહિત શર્મા અને રિયાન રિકેલ્ટન આ મેચમાં ફ્લોપ સાબિત થયા હતા. ત્યારબાદ સૂર્યકુમાર યાદવે શાનદાર બેટિંગ કરી અને અર્ધશતક ફટકાર્યું, પરંતુ તે જીત માટે પૂરતું ન હતું. રાજસ્થાને 30 રનથી જીત મેળવીને પ્લેઓફની ટિકિટ પાકી કરી લીધી છે.
રાજસ્થાન રોયલ્સનો સ્કોરકાર્ડ
રાજસ્થાને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 205 રન બનાવ્યા હતા. ઓપનર યશસ્વી જયસ્વાલ 17 બોલમાં 27 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે વૈભવ સૂર્યવંશીના બેટમાંથી 6 બોલમાં 4 રન નીકળ્યા હતા. આ સિવાય ધ્રુવ જુરેલે 26 બોલમાં 38 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન રિયાન પરાગે 8 બોલમાં 14 રનનું યોગદાન આપ્યું હતું. તો દાસુન શનાકાએ 15 બોલમાં 29 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય જોફ્રા આર્ચરે 15 બોલમાં 32 રનની તોફાની ઇનિંગ રમી હતી.
મુંબઈ તરફથી દીપક ચાહર અને શાર્દુલ ઠાકુરે સૌથી વધુ વિકેટો લીધી હતી. તેમણે 2-2 વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય વિલ જેક્સ, કાર્બિન બોશ અને અલ્લાહ ગજનફરને 1-1 સફળતા મળી હતી.
મુંબઈ ઇન્ડિયન્સનો સ્કોરકાર્ડ
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆત પણ ખરાબ રહી હતી. ઓપનર રોહિત શર્મા ખાતું ખોલાવ્યા વિના જ પેવેલિયન ભેગો થયો હતો, જ્યારે રિયાન રિકેલ્ટને 7 બોલમાં 12 રન બનાવ્યા હતા. આ સિવાય નમન ધીર અને તિલક વર્મા પણ આ મેચમાં ફ્લોપ રહ્યા હતા. બંને બેટ્સમેન કંઈ ખાસ કમાલ કરી શક્યા ન હતા. નમન ધીરે 6 અને તિલકે 3 રનનું યોગદાન આપ્યું હતું.
સૂર્યકુમાર યાદવે મુંબઈ માટે 42 બોલમાં 60 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય કેપ્ટન હાર્દિક પંડ્યાએ 15 બોલમાં 34 રન બનાવ્યા હતા. મુંબઈની ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાને 179 રન જ બનાવી શકી હતી.
Post Views: 18










