ભાવનગર રેલવે મંડળ દ્વારા મુસાફરોની સુવિધા અને સસ્તા પ્રવાસ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ૩ સ્પેશિયલ ટ્રેનોને હવે કાયમી ધોરણે નિયમિત પેસેન્જર ટ્રેન તરીકે ચલાવવામાં આવશે.
વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, આ ટ્રેનોના નિયમિત સંચાલનથી મુસાફરોને અગાઉથી આયોજન કરવામાં સરળતા રહેશે અને સ્પેશિયલ ભાડામાંથી સામાન્ય ભાડું થવાના કારણે મુસાફરી વધુ સસ્તી અને કિફાયતી બનશે. મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્માના જણાવ્યા મુજબ, આ નિર્ણય રેલવે યાત્રીઓ માટે અત્યંત લાભદાયક અને સુલભ સાબિત થશે.
તમામ ટ્રેનોના સમય પત્રક, રૂટ, સ્ટોપેજ અને અમલીકરણની તારીખની સંપૂર્ણ વિગત નીચે મુજબ છે:
૧. ધોળા – ભાવનગર ટર્મિનસ દૈનિક પેસેન્જર (ટ્રેન નંબર: 59239 / 59240)
આ ફેરફાર ૦૧ જૂન ૨૦૨૬થી અમલમાં આવશે.
-
જવા માટે (ટ્રેન નંબર 59239): ધોળા સ્ટેશનથી સવારે ૧૧:૩૦ વાગ્યે ઉપડીને બપોરે ૧૨:૫૦ વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
-
પરત ફરવા માટે (ટ્રેન નંબર 59240): ભાવનગર ટર્મિનસથી બપોરે ૧૩:૧૫ વાગ્યે ઉપડીને બપોરે ૧૪:૩૫ વાગ્યે ધોળા પહોંચશે.
-
સ્ટોપેજ (બંને દિશામાં): સણોસરા, બજુડ, સોનગઢ, સિહોર (ગુજરાત), ખોડિયાર મંદિર, વરતેજ અને ભાવનગર પરા.
૨. ગાંધીગ્રામ – ભાવનગર ટર્મિનસ દૈનિક પેસેન્જર (ટ્રેન નંબર: 59231 / 59232)
અગાઉની સ્પેશિયલ ટ્રેન નંબર 09215/09216 હવે નિયમિત પેસેન્જર તરીકે દોડશે.
-
જવા માટે (ટ્રેન નંબર 59231): ગાંધીગ્રામથી સવારે ૦૬:૩૫ વાગ્યે ઉપડીને સવારે ૧૧:૨૫ વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. (આ ફેરફાર ૦૨ જૂન ૨૦૨૬થી અમલમાં આવશે).
-
પરત ફરવા માટે (ટ્રેન નંબર 59232): ભાવનગર ટર્મિનસથી સાંજે ૧૭:૦૦ વાગ્યે ઉપડીને રાત્રે ૨૧:૫computed૫ વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે. (આ ફેરફાર ૦૧ જૂન ૨૦૨૬થી અમલમાં આવશે).
-
સ્ટોપેજ (બંને દિશામાં): વસ્ત્રાપુર, સરખેજ, બાવળા, ધોળકા, ધંધુકા, બોટાદ, ધોળા, સિહોર (ગુજરાત) અને ભાવનગર પરા.
૩. ગાંધીગ્રામ – બોટાદ દૈનિક પેસેન્જર (ટ્રેન નંબર: 59237 / 59238)
અગાઉની સ્પેશિયલ ટ્રેન નંબર 09211/09212 હવે નિયમિત પેસેન્જર તરીકે દોડશે. આ ફેરફાર ૦૧ જૂન ૨૦૨૬થી અમલમાં આવશે.
-
જવા માટે (ટ્રેન નંબર 59237): ગાંધીગ્રામથી સવારે ૦૯:૧૫ વાગ્યે ઉપડીને બપોરે ૧૩:૩૦ વાગ્યે બોટાદ પહોંચશે.
-
પરત ફરવા માટે (ટ્રેન નંબર 59238): બોટાદથી બપોરે ૧૪:૦૫ વાગ્યે ઉપડીને સાંજે ૧૮:૦૫ વાગ્યે ગાંધીગ્રામ પહોંચશે.
-
સ્ટોપેજ (બંને દિશામાં): વસ્ત્રાપુર, સરખેજ, મોરૈયા, મટોડા, બાવળા, ધોળકા, ગોધનેશ્વર, કોઠ ગાંગડ, અરનેજ, લોથલ ભુરખી, લોલિયા, હડાળા ભાલ, ધોળી ભાલ, રાયકા, ધંધુકા, તગડી, ભીમનાથ, ચંદરવા, જાલિલા રોડ, સારંગપુર રોડ અને અલાઉ.
Post Views: 0











