કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026: 28 વર્ષની પંજાબી એક્ટ્રેસ રૂપી ગિલે રેડ કાર્પેટ પર દેશી અંદાજમાં વેર્યો પોતાનો જાદુ!

પંજાબી અભિનેત્રી રૂપી ગિલે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026ના રેડ કાર્પેટ પર ખૂબ જ સુંદરતાથી એન્ટ્રી કરી છે. તેમણે આ વૈશ્વિક મંચ પર પંજાબી સિનેમાનું પ્રતિનિધિત્વ કર્યું અને પોતાની આગામી ફિલ્મ ‘ચઢદી કલા’નું પ્રમોશન પણ કર્યું. આ ફિલ્મ 29 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

પરંપરાગત પંજાબી લુકમાં જીત્યું દિલ

કાન્સ 2026માં રૂપી ગિલ પરંપરાગત પંજાબી પોશાકમાં સજ્જ જોવા મળ્યા હતા. તેમણે આછા ક્રીમ રંગ (આઈવરી)નો શરારા સેટ પહેર્યો હતો. જેમાં ટૂંકું કુર્તું અને ઘેરદાર શરારા પેન્ટ સામેલ છે. આ આખા ડ્રેસ પર સોનેરી રંગની સુંદર કઢાઈ (એમ્બ્રોઇડરી) અને પ્રિન્ટિંગ કરવામાં આવ્યું હતું..

આ પણ વાંચો…

કલ્યાણી પ્રિયદર્શને કાનમાં વિખેર્યો પોતાનો જલવો, ઓફ-શોલ્ડર ડ્રેસમાં આપ્યા શાનદાર પોઝ

આ લુકની ખાસિયત: રૂપીના આ પંજાબી લુકમાં સૌથી આકર્ષક તેમનો ફુલકારી સ્ટાઇલનો આઈવરી દુપટ્ટો હતો. જેના કિનારે ભારે સોનેરી કઢાઈ કરવામાં આવી હતી. તેમણે આ દુપટ્ટો પરંપરાગત પંજાબી શૈલીમાં માથા પર ઓઢ્યો હતો.

તેમણે પોતાના આ લુકને ટ્રેડિશનલ જ્વેલરી સાથે કમ્પ્લીટ કર્યો હતો.. જેમાં:

  • પન્ના (એમરલ્ડ)ના લટકણ વાળો પોલ્કી-કુંદનનો હાર

  • મેચિંગ ઝુમકા (કાનની બુટ્ટી)

  • સોનાની બંગડીઓ

રૂપી ગિલે પોતાના આ લુકની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કરી છે અને કેપ્શનમાં લખ્યું છે, કાન્સના કાર્પેટ પર પંજાબની માટી.”

પંજાબી સિનેમા માટે ગર્વની ક્ષણ

ફિલ્મ ‘ચઢદી કલા’ એ અમરજીત સિંહ સરોન દ્વારા નિર્દેશિત ફિલ્મ છે. આ ફિલ્મમાં એમી વિર્ક, હિમ્મત સંધુ અને રૂપી ગિલ મુખ્ય ભૂમિકામાં છે. કાન્સ જેવા આંતરરાષ્ટ્રીય મંચ પર આ ફિલ્મનું પ્રતિનિધિત્વ પંજાબી સિનેમા માટે ખૂબ જ અદ્ભુત અને ગર્વની ક્ષણ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE