મોંઘવારીનો ડબલ ઝટકો: પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવ ભડકે બળ્યા, જાણો નવો આંકડો

દેશમાં સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતા અને મધ્યમ વર્ગ પર વધુ એક મોટો આર્થિક બોજ ઝીંકાયો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો આસમાને પહોંચ્યા બાદ હવે સીએનજી (CNG) વપરાશકર્તાઓને પણ મોટો ઝટકો લાગ્યો છે. CNG ના ભાવમાં પ્રતિ કિલો 2.25 રૂપિયાનો સીધો વધારો ઝીંકવામાં આવ્યો છે. આ નવા વધારા સાથે હવે સીએનજીની કિંમત 86.02 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. આ અચાનક થયેલા ભાવવધારાના કારણે રિક્ષાચાલકો, ટેક્સી ચાલકો અને કોમર્શિયલ વાહન માલિકો સહિત સામાન્ય વાહનચાલકોના ઘરનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે.

આ પણ વાંચો…

કલ્યાણી પ્રિયદર્શને કાનમાં વિખેર્યો પોતાનો જલવો, ઓફ-શોલ્ડર ડ્રેસમાં આપ્યા શાનદાર પોઝ

વાહનચાલકો પર ચાલુ વર્ષે સીએનજીનો આ કોઈ પહેલો માર નથી. વર્ષ 2026ની શરૂઆતથી અત્યાર સુધીમાં સીએનજીની કિંમતમાં કુલ6.06 રૂપિયાનો તોતિંગ વધારો થઈ ચૂક્યો છે. આ અગાઉ છેલ્લો ભાવવધારો ગત ૨ એપ્રિલના રોજ કરવામાં આવ્યો હતો. આમ, માત્ર દોઢ મહિના જેટલા ટૂંકા ગાળામાં જ ફરી એકવાર ગ્રાહકોના ખિસ્સા હળવા કરવા માટે નવો ભાવવધારો લાદી દેવામાં આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. મોંઘા પેટ્રોલ-ડીઝલથી બચવા અને પ્રદૂષણ મુક્ત પરિવહનના આશયથી જે લોકોએ સીએનજી વાહનો ખરીદ્યા હતા. તેઓ હવે સરકારના આ નિર્ણયથી લાચાર અનુભવી રહ્યા છે.

નિષ્ણાતોના મતે સીએનજીના ભાવ 86 રૂપિયાને પાર થઈ જતાં આગામી દિવસોમાં ટ્રાન્સપોર્ટેશન અને માલસામાનની હેરફેરનો ખર્ચ નોંધપાત્ર રીતે વધી જશે. શાકભાજીથી લઈને દૂધ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવાનું ભાડું વધશે. જેની સીધી અને આડકતરી અસર સામાન્ય માણસની થાળી પર પડશે. ટૂંક સમયમાં જ દૈનિક વપરાશની વસ્તુઓ વધુ મોંઘી થવાની આશંકા સેવાઈ રહી છે.

📊 સીએનજી ભાવવધારો: એક નજરે

  • તાજો ભાવવધારો: ₹ 2.25 પ્રતિ કિલો

  • નવો સુધારેલો ભાવ: ₹86.02 પ્રતિ કિલો

  • વર્ષ 2026માં કુલ વધારો: ₹6.06 પ્રતિ કિલો

  • છેલ્લો ફેરફાર: 2 એપ્રિલ 2026ના રોજ થયો હતો

  • મુખ્ય અસર: રિક્ષા-ટેક્સી ચાલકો અને ટ્રાન્સપોર્ટેશન સેક્ટર પર મોટો આર્થિક ફટકો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE