સાવધાન! ટોયલેટમાં મોબાઈલ વાપરવાની આદત પડી શકે છે ભારે, જીવલેણ બીમારીઓનો ખતરો

આજના સમયમાં મોબાઈલ દરેક વ્યક્તિના જીવનનો અભિન્ન હિસ્સો બની ગયો છે. લોકો મોબાઈલ વગર એક મિનિટ પણ રહી શકતા નથી અને એટલે જ ઘણા લોકો સમય પસાર કરવા માટે ટોયલેટમાં પણ મોબાઈલ સાથે લઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી આ નાનકડી આદત તમને અને તમારા પરિવારને ગંભીર બીમારીઓનો શિકાર બનાવી શકે છે?

બવાસીર (પાઈલ્સ)ની સમસ્યાનું જોખમ વર્તમાન સમયમાં પાઈલ્સની સમસ્યા માત્ર મોટી ઉંમરના લોકોમાં જ નહીં, પરંતુ યુવાનોમાં પણ ખૂબ જોવા મળી રહી છે. આ પાછળનું એક મુખ્ય કારણ ટોયલેટમાં મોબાઈલનો ઉપયોગ છે. જ્યારે તમે મોબાઈલ લઈને કમોડ પર બેસો છો, ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન ફોનમાં હોય છે, જેના કારણે તમે જરૂર કરતા વધુ સમય ત્યાં બેસી રહો છો.

સ્નાયુઓ પર વધતું દબાણ મોટાભાગના લોકો ટોયલેટમાં બેસીને સમાચાર વાંચતા હોય છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે અથવા વીડિયો જોતા હોય છે. લાંબા સમય સુધી આ રીતે બેસી રહેવાથી ગુદા (Anus) અને લોઅર રેક્ટમની નસો અને સ્નાયુઓ પર અતિશય દબાણ વધે છે. સતત વધતું આ દબાણ બવાસીર જેવી પીડાદાયક બીમારીને આમંત્રણ આપે છે.

મોબાઈલ પર ચોંટી જાય છે ખતરનાક બેક્ટેરિયા ટોયલેટમાં અસંખ્ય હાનિકારક બેક્ટેરિયા અને જંતુઓ હોય છે. જ્યારે તમે ફોન સાથે અંદર જાઓ છો, ત્યારે આ કીટાણુઓ મોબાઈલની સ્ક્રીન અને બોડી પર ચોંટી જાય છે. ટોયલેટમાંથી બહાર આવ્યા પછી તમે હાથ તો સાબુથી ધોઈ લો છો. પરંતુ મોબાઈલ સાફ કરવાનું ભૂલી જાવ છો. આ જ મોબાઈલ જ્યારે તમે ફરીથી વાપરો છો ત્યારે તે બેક્ટેરિયા તમારા મોઢા અને શરીર સુધી પહોંચે છે. જે ગંભીર ઈન્ફેક્શન અને અન્ય જીવલેણ બીમારીઓનું કારણ બની શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE