ટ્રમ્પનો ભારત વિરુદ્ધ બફાટ: ભારત અને ચીનને ‘નર્ક’ ગણાવ્યા, નોકરીઓ હડપવાનો લગાવ્યો આરોપ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને ચીન વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતા બંને દેશોને ‘નર્ક’ ગણાવ્યા છે.. જેનાથી રાજકીય ગરમાવો આવી ગયો છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર એક લાંબો લેખ પોસ્ટ કરીને આરોપ લગાવ્યો હતો કે,ભારત અને ચીન જેવા દેશોમાંથી આવતા સ્થળાંતરિતો અમેરિકાની આરોગ્ય સેવાઓ અને જાહેર સુવિધાઓનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે…જેના કારણે અમેરિકાના કરદાતાઓ પર બોજ વધી રહ્યો છે… તેમણે ખાસ કરીને કેલિફોર્નિયાના ટેક સેક્ટરનો ઉલ્લેખ કરતા દાવો કર્યો કે,, ત્યાંની નોકરીઓ પર ભારતીયો અને ચીનીઓનું વર્ચસ્વ છે.. જેના લીધે અમેરિકનોએ પોતાના અધિકારો ગુમાવવા પડ્યા છે.

ટ્રમ્પે અમેરિકામાં મળતી જન્મજાત નાગરિકતા (Birthright Citizenship) અને ‘ચેન માઈગ્રેશન’ને દેશ માટે મોટું જોખમ ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે, અન્ય દેશોના લોકો અહીં આવીને બાળકોને જન્મ આપે છે અને ત્યારબાદ આખાય પરિવારને અમેરિકા બોલાવી લે છે. જેનાથી વસ્તી અને સંસાધનો પર દબાણ વધે છે.આ દરમિયાન તેમણે ‘અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન’ (ACLU) ને ગુનાહિત સંસ્થા ગણાવીને તેની સામે સખત કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. મધ્ય પૂર્વના તણાવ વચ્ચે ટ્રમ્પના આ આકરા નિવેદનથી ભારત સાથેના રાજદ્વારી સંબંધોમાં નારાજગી વધવાની શક્યતા જોવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE