સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી–2026ને ધ્યાનમાં રાખીને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ફરાર આરોપીઓ સામે વિશેષ અભિયાન હાથ ધરાયું હતું. પોલીસ મહાનિદેશકના માર્ગદર્શન હેઠળ તા. 7 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન ચાલેલા આ ડ્રાઇવમાં પરોલ, ફલો અને અન્ય ગુનાઓમાં વર્ષોથી નાસતા ફરતા કુલ 8 આરોપીઓને દેશના વિવિધ રાજ્યોમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે.
આ કામગીરી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન અને વિજયસિંહ ગુર્જરના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવી હતી..એલસીબી અને પેરોલ ફલો સ્ક્વોડની ટીમોએ ટેકનિકલ એનાલિસિસ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોની મદદથી રાજસ્થાન,ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, તેલંગાણા, હરિયાણા અને ઓડિશા જેવા રાજ્યોમાં ઓપરેશન ચલાવી આરોપીઓને શોધી કાઢ્યા.
પોલીસ મુજબ ઝડપાયેલા આરોપીઓમાં હત્યા,છેતરપીંડી, અપહરણ, પોક્સો, પ્રોહીબિશન અને ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનો સમાવેશ થાય છે.ખાસ કરીને એક આરોપી 27 વર્ષથી હત્યાના ગુનામાં ફરાર હતો..જેને હરિયાણાથી ઝડપી પાડવામાં આવ્યો છે.
ઝડપાયેલા તમામ આરોપીઓને સંબંધિત પોલીસ સ્ટેશનોને સોંપવામાં આવ્યા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ કામગીરીમાં એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વી.વી.ઓડેદરા તથા પેરોલ ફલો સ્ક્વોડના અધિકારીઓ અને સ્ટાફે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
પોલીસ દ્વારા જણાવાયું છે કે, આવી કામગીરી આગળ પણ ચાલુ રાખવામાં આવશે..જેથી લાંબા સમયથી ફરાર આરોપીઓને કાયદાના કબજામાં લાવી શકાય..
Post Views: 79










