RCBનો ઐતિહાસિક વિજય: ચેન્નાઈના બોલરોની ધુલાઈ, બેંગલુરુએ સર્જ્યો રેકોર્ડ્સનો પહાડ!

રવિવારની રાત ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે કોઈ દુઃસ્વપ્નથી ઓછી નહોતી. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ના બેટરોએ ચેન્નાઈના બોલરોને લાચાર બનાવી આઈપીએલ ઈતિહાસનું સૌથી ખરાબ પ્રદર્શન કરવા મજબૂર કર્યા હતા. આ મેચમાં બેંગલુરુએ માત્ર જીત જ નથી મેળવી, પરંતુ અનેક ઐતિહાસિક રેકોર્ડ્સ પણ પોતાના નામે કર્યા છે.

આ પણ વાંચો…

ગુજરાતમાં આગામી

24 કલાક ભારે: બે સિસ્ટમ સક્રિય થતા અનેક જિલ્લાઓમાં ‘યલો એલર્ટ’

સ્કોરબોર્ડ પર રનનો પહાડ: 250 રનનો ટાર્ગેટ

બેંગલુરુએ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને 250 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો.

  • આ IPL ઈતિહાસમાં બેંગલુરુનો ત્રીજો સૌથી મોટો સ્કોર છે.

  • ચેન્નાઈ વિરુદ્ધ કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો આ અત્યાર સુધીનો સૌથી હાઈએસ્ટ સ્કોર છે. (આ અગાઉ પંજાબ અને ગુજરાતે 231 રન બનાવ્યા હતા).

  • હૈદરાબાદ (5 વખત) પછી બેંગલુરુ (3 વખત) 250+ સ્કોર કરનારી બીજી ટીમ બની છે.

  • ડેથ ઓવર્સમાં બેટરોનો તાંડવ

મેચના અંતિમ તબક્કામાં બેંગલુરુના બેટરોએ સુનામી સર્જી હતી:

  • અંતિમ 5 ઓવર: બેંગલુરુએ છેલ્લી 5 ઓવરમાં 97 રન ઝૂડ્યા, જે IPL ઈતિહાસમાં સંયુક્ત રીતે બીજા ક્રમનો હાઈએસ્ટ સ્કોર છે.

  • ટિમ ડેવિડનો પાવર: 15મી ઓવરમાં આવેલા ટિમ ડેવિડે અણનમ 70 રન ફટકાર્યા. તેણે માત્ર ડેથ ઓવર્સમાં જ 68 રન બનાવ્યા, જે એક નવો રેકોર્ડ છે.

  • સરફરાઝ ખાનની કમાલ: સરફરાઝ ખાન ચોથા ક્રમે બેટિંગમાં આવીને પાવરપ્લેમાં 50 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બન્યો છે.

ચેન્નાઈ સામે જીતનો ચોગ્ગો

આ જીત સાથે બેંગલુરુએ ચેન્નાઈ સામે સતત ચોથો વિજય નોંધાવ્યો છે. IPL ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે RCBએ ચેન્નાઈને સતત 4 મેચમાં પરાજય આપ્યો હોય. આ તમામ જીતમાં બેંગલુરુએ 190થી વધુના સ્કોરનો સફળતાપૂર્વક બચાવ કર્યો છે.

સિક્સરનો અનોખો વર્લ્ડ રેકોર્ડ

આ મેચ સિક્સરોના મામલે પણ ઐતિહાસિક રહી:

  • ચેન્નાઈના 9 અલગ-અલગ બેટરોએ સિક્સર ફટકારી હતી. વિશ્વ ક્રિકેટમાં આ પહેલીવાર બન્યું છે કે એક જ ઇનિંગમાં 9 અલગ ખેલાડીઓએ સિક્સ મારી હોય.

  • બંને ટીમના કુલ મળીને 14 ખેલાડીઓએ આ મેચમાં સિક્સર ફટકારી હતી.

ભુવનેશ્વર કુમારનો નવો માઈલસ્ટોન

બીજી તરફ, આ અઠવાડિયાના આંકડા મુજબ સનરાઈઝર્સ હૈદરાબાદના ભુવનેશ્વર કુમારે પોતાની 202 વિકેટ પૂરી કરી લીધી છે. યુઝવેન્દ્ર ચહલ (224 વિકેટ) પછી IPL ઈતિહાસમાં 200 વિકેટનો આંકડો પાર કરનાર ભુવી બીજો બોલર બન્યો છે.

Leave a Comment

READ MORE

READ MORE