બાદશાહે પંજાબી બ્યુટી ઈશા રિક્ખી સાથે કર્યા ‘ગુપચુપ’ લગ્ન, સાસુએ ફોટા શેર કરતા સોશિયલ મીડિયામાં હલચલ!

હિન્દી અને પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા સિંગર અને રેપર બાદશાહ ફરી એકવાર પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, બાદશાહે પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ અને પંજાબી એક્ટ્રેસ-મોડલ ઈશા રિક્ખી સાથે ગુપચુપ રીતે લગ્ન કરી લીધા છે. મંગળવારે ઈશાની માતા પૂનમ રિક્ખીએ ઈન્સ્ટાગ્રામ પર લગ્નની તસવીરો અને વીડિયો શેર કર્યા બાદ સોશિયલ મીડિયા પર આ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા છે. જોકે, હજુ સુધી બાદશાહ કે ઈશા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

સાદગીપૂર્ણ સમારોહમાં સાત ફેરા લીધા

વાયરલ થઈ રહેલી તસવીરો પરથી જાણવા મળે છે કે, આ એક અત્યંત ખાનગી અને સાદગીપૂર્ણ સમારોહ હતો. જેમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. લગ્નમાં બાદશાહે ભૂરા રંગનો કુર્તો અને ગોલ્ડન સાફો પહેર્યો છે.જ્યારે ઈશા પરંપરાગત લાલ રંગના સલવાર-કમીઝ અને બ્રાઈડલ લુકમાં જોવા મળી રહી છે. બંનેના ગળામાં વરમાળા પણ દેખાઈ રહી છે. ઈશાની માતા પૂનમ રિક્ખીએ આ ફોટા શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “ભગવાન આપ બંનેને આશીર્વાદ આપે.”

4 વર્ષનું ડેટિંગ અને ફિલ્મી કરિયર

રિપોર્ટ્સ મુજબ, બાદશાહ અને ઈશા છેલ્લા ચાર વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેની પ્રથમ મુલાકાત એક પાર્ટીમાં કોમન ફ્રેન્ડ્સ દ્વારા થઈ હતી. ઈશાના કરિયરની વાત કરીએ તો, તેણે 2013માં ‘જટ બોયઝ પુત જટ્ટાન દે’ ફિલ્મથી પંજાબી સિનેમામાં એન્ટ્રી કરી હતી અને 2018માં ‘નવાબઝાદે’ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.

બાદશાહના આ બીજા લગ્ન

આ બાદશાહના બીજા લગ્ન છે.અગાઉ 2012માં તેના લગ્ન જાસ્મિન મસીહ સાથે થયા હતા. જેમનાથી તેમને એક પુત્રી (જેસેમી ગ્રેસ મસીહ સિંહ) છે. વર્ષ 2020માં આ કપલ અલગ થઈ ગયું હતું.વર્ષ 2024માં એક પોડકાસ્ટ દરમિયાન બાદશાહે ખુલાસો કર્યો હતો કે, દીકરીના ભવિષ્ય અને સુખ માટે તેમણે અલગ થવાનો નિર્ણય લીધો હતો.કારણ કે, તે સંબંધ હવે સ્વસ્થ રહ્યો નહોતો. હાલમાં તેની દીકરી લંડનમાં રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE