IPL 2026ની સિઝન શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે.ત્યારે ક્રિકેટ જગતમાંથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આઈપીએલની પ્રથમ વિજેતા ટીમ રાજસ્થાન રોયલ્સ (RR) હવે નવા માલિકોના હાથમાં ગઈ છે. યુએસ (US) ના એક દિગ્ગજ બિઝનેસમેને આ ફ્રેન્ચાઈઝીને રેકોર્ડબ્રેક 15 હજાર કરોડ રૂપિયાથી વધુની કિંમતમાં ખરીદી હોવાના અહેવાલ છે.
કોણે ખરીદી રાજસ્થાન રોયલ્સ?
મળતી માહિતી મુજબ, રાજસ્થાન રોયલ્સના વર્તમાન માલિક મનોજ બદલેએ ટીમના તમામ શેર વેચવાનો નિર્ણય લીધો છે. યુએસ સ્થિત બિઝનેસમેન અને કન્સોર્ટિયમ કંપનીના માલિક કાલ સોમાનીએ આશરે ₹15,000 કરોડથી ₹15,300 કરોડની જંગી રકમમાં 100% સ્ટેક ખરીદ્યો છે.ઇન્ટરનેશનલ બેંક ‘રેઈન ગ્રુપ’ (Raine Group) ની દેખરેખ હેઠળ આ મેગા ડીલ ફાઈનલ થઈ છે.
IPL 2026 માં શું ફેરફાર થશે?
જોકે, આ ડીલ છતાં આઈપીએલ 2026માં ટીમનું સંચાલન મનોજ બદલેના નામે જ રહેશે. કાલ સોમાની પાસે ટીમના સંપૂર્ણ અધિકારો IPL 2027 થી આવશે. હાલમાં ટીમ રિયાન પરાગની કેપ્ટનશીપ હેઠળ આગામી સિઝનની તૈયારીઓમાં વ્યસ્ત છે. જોકે, ફ્રેન્ચાઈઝી દ્વારા હજુ સુધી આ ડીલ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
RCB ની કિંમતમાં પણ થયો જંગી ઉછાળો
રાજસ્થાન રોયલ્સની આ ડીલ (આશરે 1.63 બિલિયન ડોલર) બાદ હવે અન્ય ટીમોના વેલ્યુએશનમાં પણ મોટો ઉછાળો આવ્યો છે. ખાસ કરીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) ની કિંમત હવે 2 બિલિયન ડોલરને પાર કરી શકે છે. રિપોર્ટ્સ મુજબ, યુનાઇટેડ સ્પિરિટ્સ આ રેસમાં સૌથી આગળ છે અને IPL 2026 દરમિયાન આરસીબીની ડીલ પણ પાકી થઈ શકે છે.
Post Views: 0











