શેરબજારમાં સતત બીજા દિવસે રોનક: સેન્સેક્સ 76,000ને પાર, નિફ્ટીમાં 23,500 ઉપર તોફાની તેજી

ભારતીય શેરબજારમાં ફરી એકવાર બહાર લોટી છે.ગત સપ્તાહના ઘટાડાના ડરને પાછળ છોડીને બજાર હવે તેજ ગતિએ દોડી રહ્યું છે..મંગળવારની સવારે સેન્સેક્સે ફરી એકવાર 76,000નો જાદુઈ આંકડો સ્પર્શ્યો છે..તો બીજી તરફ નિફ્ટીએ 23,500ને પાર કરી પોતાની મજબૂતી સાબિત કરી છે. શું આ ‘વેલ્યુ બાયિંગ’ની શરૂઆત છે કે બજાર કોઈ મોટી છલાંગ લગાવવાની તૈયારીમાં છે? જુઓ રોકાણકારો માટે આજના સૌથી મોટા અપડેટ્સ.

બજારની વર્તમાન સ્થિતિ: સવારે અંદાજે 10:30 વાગ્યે સેન્સેક્સ 500.05 અંક (0.66%) ના ઉછાળા સાથે 76,002.91 ના સ્તર પર ટ્રેડ કરતો જોવા મળ્યો હતો…નિફ્ટીએ પણ શાનદાર વાપસી કરી છે અને 164.80 અંક (0.7%) ઉછળીને 23,571.75 ની સપાટી વટાવી દીધી છે.

તેજીના મુખ્ય કારણો:

  • સેક્ટરલ ખરીદી: ઓટો, મેટલ અને રિયાલિટી જેવા પ્રમુખ સેક્ટરોમાં સતત બીજા દિવસે રોકાણકારોએ જોરદાર ખરીદી કરી છે. અગાઉના ઘટાડા બાદ આ શેરોના ભાવ આકર્ષક સ્તરે પહોંચતા ખરીદદારોએ તેનો પૂરો લાભ ઉઠાવ્યો હતો.

  • એશિયાઈ બજારોની મજબૂતી: વૈશ્વિક સંકેતોએ પણ સ્થાનિક બજારને ટેકો આપ્યો છે. જાપાનનો Nikkei 225 (0.4%) અને દક્ષિણ કોરિયાનો Kospi (2.4%) ના મોટા ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા છે.

  • ઇન્ડિયા વિક્સ (India VIX) માં ઘટાડો: બજારમાં ડર માપવાનો ઇન્ડેક્સ ‘ઇન્ડિયા વિક્સ’ અંદાજે 6% ઘટીને 32 ના સ્તર પર આવી ગયો છે..આ ઘટાડો સંકેત આપે છે કે રોકાણકારોમાં અનિશ્ચિતતા ઓછી થઈ રહી છે અને બજારમાં સ્થિરતા પરત ફરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE