દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DXB) જે વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક છે.. ત્યાં બુધવારે (11 માર્ચ) બે રહસ્યમય ડ્રોન ક્રેશ થવાની ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા જન્માવી છે. આ ઘટનામાં કુલ ચાર લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે.
દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DXB) નજીકના વિસ્તારમાં બે ડ્રોન ક્રેશ થવાની ગંભીર ઘટના બની હતી. આ આકસ્મિક દુર્ઘટનામાં કુલ 4 કામદારોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી…સ્થાનિક સત્તાધિકારીઓના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્તોમાં એક ભારતીય નાગરિક, બે ઘાનાના નાગરિકો અને એક બાંગ્લાદેશી નાગરિકનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ સુરક્ષા એજન્સીઓ કાર્યરત થઈ ગઈ હતી અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી. હાલ સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને એરપોર્ટ પરની કામગીરી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી છે.
વર્તમાન સ્થિતિ અને સુરક્ષા પગલાં
દુબઈ મીડિયા ઓફિસના જણાવ્યા અનુસાર, ઘટના બાદ તુરંત જ સુરક્ષા પ્રોટોકોલ સક્રિય કરવામાં આવ્યા હતા…રાહતની વાત એ છે કે આ હુમલા છતાં એરપોર્ટ પર હવાઈ ટ્રાફિક સામાન્ય રીતે ચાલી રહ્યો છે અને કોઈ મોટી ફ્લાઈટ કેન્સલેશનની નોંધ લેવામાં આવી નથી.”સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને આ ડ્રોન ક્યાંથી આવ્યા હતા તેની તપાસ શરૂ કરી દેવામાં આવી છે.” – દુબઈ સત્તાધિકારીઓ
-
તપાસના ચક્રો ગતિમાન: પ્રાથમિક તપાસમાં આ ડ્રોન ઈરાન સમર્થિત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ જૂથે આની જવાબદારી સ્વીકારી નથી.
-
ભારતીય દૂતાવાસની સક્રિયતા: યુએઈ (UAE) માં સ્થિત ભારતીય દૂતાવાસ ઘાયલ ભારતીય નાગરિકના સંપર્કમાં છે. તેમને જરૂરી તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
-
સુરક્ષા એલર્ટ: ખાડી દેશોમાં વધતા ડ્રોન જોખમોને ધ્યાનમાં રાખીને દુબઈ એરપોર્ટની આસપાસ ‘એન્ટી-ડ્રોન ડિફેન્સ સિસ્ટમ’ ને વધુ મજબૂત કરવામાં આવી રહી છે.
Post Views: 0











