આમિર ખાન પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘એક દિન’ (Ek Din) નું રોમેન્ટિક ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. થોડા દિવસો પહેલા જ ફિલ્મનું ટાઈટલ ટ્રેક લોન્ચ થયું હતું.. અને હવે ટ્રેલર રિલીઝ કરીને નિર્માતાઓએ ચાહકોની આતુરતાનો અંત આણ્યો છે.
નિર્માતાઓનો સ્પેશિયલ મેસેજ
આમિર ખાન પ્રોડક્શન્સે ઇન્સ્ટાગ્રામ પર ટ્રેલર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “ક્યારેક એક દિવસ પણ પૂરતો હોય છે.” આ ફિલ્મ પ્રેમ અને નસીબના તાણાવાણા સાથે વણાયેલી એક અનોખી વાર્તા છે.
ટ્રેલરની વિશેષતાઓ: પ્રેમ અને નસીબનો અનોખો સંગમ
ફિલ્મ ‘એક દિન’ ના ટ્રેલરની શરૂઆત ખૂબ જ રસપ્રદ રીતે એક ‘ફોર્ચ્યુન બેલ’ એટલે કે નસીબની ઘંટડીના દ્રશ્યથી થાય છે. લોકવાયકા મુજબ, આ ઘંટડી વગાડવાથી સાચો પ્રેમ મળે છે તેવી માન્યતા છે. ટ્રેલરમાં આ જ ઘંટડી વગાડીને જુનૈદ ખાન એક ખૂબ જ ભાવુક ઈચ્છા વ્યક્ત કરે છે કે, “કાશ! મીરા (સાઈ પલ્લવી) મારી થઈ જાય, ભલે તે માત્ર એક જ દિવસ માટે કેમ ન હોય!” આ સંવાદ ફિલ્મની વાર્તામાં રહેલી ઊંડી લાગણીઓને સ્પષ્ટ કરે છે. સમગ્ર ટ્રેલરમાં જુનૈદ અને સાઈ પલ્લવીની માસૂમિયત ભરી રોમેન્ટિક કેમેસ્ટ્રી જોવા મળે છે..જે અત્યારથી જ દર્શકોના દિલ જીતી રહી છે અને પ્રેક્ષકોમાં ફિલ્મ પ્રત્યેનું આકર્ષણ વધારી રહી છે.
આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ ‘એક દિન‘ વર્ષ 2016ની સુપરહિટ થાઈ ફિલ્મ ‘વન ડે‘ (One Day) ની સત્તાવાર હિન્દી રીમેક છે. ફિલ્મનું સુંદર નિર્દેશન સુનીલ પાંડે દ્વારા કરવામાં આવ્યું છે.જેમણે મૂળ વાર્તાના આત્માને જાળવી રાખીને તેને ભારતીય પરિવેશમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. આમિર ખાન પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ આગામી ઉનાળામાં એટલે કે 1 મે 2026 ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા માટે સજ્જ છે.
Post Views: 0











