₹2000ની નોટ પર RBIનું મોટું અપડેટ: હજુ પણ કરોડો રૂપિયાની ગુલાબી નોટો બજારમાં, જાણો હવે તમારી પાસે રહેલી નોટનું શું થશે?

શું તમને યાદ છે એ ચમકતી ગુલાબી નોટ જે ક્યારેક તમારા પાકીટની શાન ગણાતી હતી ? ₹ 2000ની એ જ નોટને લઈને ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા એક મહત્વનો અને તાજો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જો તમને લાગતું હોય કે,, બધી જ નોટો બેંકોમાં પાછી આવી ગઈ છે, તો તમે ખોટા છો!

આંકડાની નજરે: કેટલી નોટો પાછી આવી?

RBIના તાજા આંકડા (3 માર્ચ 2026 સુધી) મુજબ, ચલણમાંથી બહાર કરાયેલી ₹2000ની નોટોમાંથી 98.44% નોટો બેંકિંગ સિસ્ટમમાં પરત ફરી છે.

  • મે 2023ની સ્થિતિ: જ્યારે નોટો પાછી ખેંચવાની જાહેરાત થઈ ત્યારે બજારમાં ₹3.56 લાખ કરોડ મૂલ્યની ₹2000ની નોટો હતી.

  • વર્તમાન સ્થિતિ: હજુ પણ કુલ નોટોનો 56% હિસ્સો જનતા પાસે અથવા અન્ય જગ્યાએ અટવાયેલો છે. આ ટકાવારી નાની લાગે પણ તેની કિંમત કરોડોમાં થાય છે.

બાકી રહેલી નોટોનું હવે શું થશે?

RBI એ સ્પષ્ટ કર્યું છે કે ભલે મોટાભાગની નોટો પાછી આવી ગઈ છે. પરંતુ તમારી પાસે રહેલી નોટ હજુ પણ લીગલ ટેન્ડર છે..એટલે કે તેની કિંમત શૂન્ય થઈ નથી. જોકે, હવે તેને જમા કરાવવાના નિયમો બદલાયા છે:

  1. સામાન્ય બેંકમાં જમા નહીં થાય: હવે તમે તમારી નજીકની કોઈ પણ સામાન્ય બેંક શાખામાં જઈને આ નોટ બદલાવી શકશો નહીં.

  2. RBI ઓફિસનો સંપર્ક: આ નોટ બદલાવવા માટે તમારે RBIની 19 પ્રાદેશિક કચેરીઓ (Regional Offices) પર જવું પડશે.

  3. પોસ્ટ ઓફિસ દ્વારા સુવિધા: જો તમે RBI ઓફિસ સુધી ન જઈ શકતા હોવ, તો તમે પોસ્ટ ઓફિસ (Post Office) દ્વારા વીમાકૃત ટપાલ મોકલીને પણ આ નોટ RBIમાં જમા કરાવી શકો છો.

શા માટે હજુ પણ કેટલીક નોટો બહાર છે?

નિષ્ણાતો માને છે કે, 1.56% નોટો પાછી ન આવવા પાછળ કેટલાક મુખ્ય કારણો હોઈ શકે છે:

  • ભૂલી ગયેલી બચત: ઘણા લોકો લોકર, જૂના કપડાં કે ઘરના કોઈ ખૂણે રાખેલી નોટો ભૂલી ગયા હોય.

  • NRI અને વિદેશ પ્રવાસ: ભારતની બહાર રહેતા લોકો પાસે રહેલી નોટો પરત આવવામાં સમય લાગી રહ્યો છે.

  • ધાર્મિક સ્થળો: મંદિરોના દાનપાત્ર કે લોકોની અંગત ગલ્લા-બચતમાં હજુ પણ આ નોટો પડી હોવાની શક્યતા છે.

સલાહ

જો તમારા ઘરમાં હજુ પણ કોઈ ખૂણે પેલી ગુલાબી નોટ છુપાયેલી પડી હોય, તો ગભરાવાની જરૂર નથી. તે માત્ર કાગળનો ટુકડો નથી બની, તેની વેલ્યુ હજુ પણ અકબંધ છે. બસ, તેને બદલાવવા માટે તમારે થોડી મહેનત કરવી પડશે અને સીધો RBI નો સંપર્ક કરવો પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE