અમેરિકામાં કુદરતનો પ્રકોપ: બરફીલા તોફાને જનજીવન થીજાવ્યું, 10,000થી વધુ ફ્લાઈટ્સ રદ અને અનેક રાજ્યોમાં ઈમરજન્સી

ઉત્તરપૂર્વીય યુનાઇટેડ સ્ટેટ્સમાં એક શક્તિશાળી બરફના તોફાને તબાહી મચાવી છે..મેરીલેન્ડથી મેઈન સુધીના વિસ્તારો ભારે બરફથી છવાયેલા છે..આ ગંભીર હવામાનને કારણે શનિવાર અને મંગળવાર વચ્ચે 10,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી..ફક્ત સોમવારે જ 5,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી..મંગળવાર માટે 1,300 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે..જેના કારણે હજારો મુસાફરો ફસાયા. ન્યૂ યોર્કના જેએફકે, લાગાર્ડિયા અને બોસ્ટનના લોગન એરપોર્ટ સૌથી વધુ પ્રભાવિત થયા..હવામાનશાસ્ત્રીઓએ આને એક દાયકાનું સૌથી શક્તિશાળી તોફાન ગણાવ્યું છે.. તેને “બોમ્બ ચક્રવાત” ગણાવ્યું છે.બોમ્બ ચક્રવાત ત્યારે થાય છે જ્યારે 24 કલાકના સમયગાળામાં તોફાનનું દબાણ ચોક્કસ પ્રમાણમાં ઘટી જાય છે.તે મુખ્યત્વે પાનખર અને શિયાળામાં થાય છે જ્યારે બર્ફીલી આર્કટિક હવા દક્ષિણમાં પહોંચે છે અને ગરમ તાપમાન સાથે અથડાય છે. ઘણા વિસ્તારોમાં બે ફૂટ (60 સેન્ટિમીટર) થી વધુ બરફ પડ્યો છે.વોરવિક, રોડ આઇલેન્ડમાં ત્રણ ફૂટથી વધુ બરફ પડ્યો છે. ભારે પવન અને ભારે હિમવર્ષાને કારણે, ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને મેસેચ્યુસેટ્સ સહિત અનેક રાજ્યોમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.

તોફાનની અસર એટલી ગંભીર હતી કે,સંયુક્ત રાષ્ટ્રને તેની સુરક્ષા પરિષદની બેઠક મુલતવી રાખવી પડી અને તેનું મુખ્ય મથક બંધ કરવું પડ્યું..હિમવર્ષાને કારણે ન્યૂયોર્ક શહેરમાં છ વર્ષમાં પહેલી વાર શાળાઓ બંધ કરવામાં આવી.જોકે મેયર ઝોહરાન મામદાનીએ મંગળવારથી શાળાઓ ફરી શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે…જેનો કેટલાક અધિકારીઓએ વિરોધ કર્યો.પરિવહન વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે..રેલ અને બસ સેવાઓ સ્થગિત છે.લપસણા રસ્તાઓ અને ઓછી દૃશ્યતાને કારણે મુસાફરી અત્યંત જોખમી બની છે..અધિકારીઓએ લોકોને ઘરની અંદર રહેવા વિનંતી કરી છે.ડોરડેશ જેવી ડિલિવરી સેવાઓએ પણ કામગીરી સ્થગિત કરી દીધી છે.

તોફાનને કારણે વીજ પુરવઠા પર પણ ભારે અસર પડી છે. PowerOutage.US અનુસાર, પૂર્વ કિનારા પર 5,70,000 થી વધુ ઘરો અને વ્યવસાયો વીજળી ગુમાવી ચૂક્યા છે..મેસેચ્યુસેટ્સ અને ન્યૂજર્સીમાં પરિસ્થિતિ સૌથી ખરાબ છે..ભારે પવનને કારણે કામદારોને વીજળી પુનઃસ્થાપિત કરવામાં નોંધપાત્ર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે..જોકે કેટલાક લોકો હવામાનનો આનંદ માણી રહ્યા છે.પ્રવાસીઓ ટાઇમ્સ સ્ક્વેરમાં નાચતા જોવા મળ્યા હતા. જ્યારે કેટલાકે સ્લેડિંગનો આનંદ માણ્યો હતો.પરંતુ હવામાન વિભાગે ચેતવણી આપી છે કે ખતરો હજુ ટળ્યો નથી.આ સપ્તાહના અંતે વધુ એક તોફાન આવવાની શક્યતા છે. જે પરિસ્થિતિને વધુ ખરાબ કરી શકે છે.અધિકારીઓએ નેશનલ ગાર્ડ તૈનાત કર્યા છે.. અને બચાવ પ્રયાસો ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE