એપલના ચાહકો માટે ખુશખબર: માર્ચમાં લોન્ચ થશે અત્યાર સુધીનું સૌથી સસ્તું મેકબુક અને પાવરફુલ iPhone 17e.

દુનિયાની દિગ્ગજ ટેક કંપની Apple વર્ષ 2026નો તેનો પહેલો અને સૌથી મોટો ઈવેન્ટ યોજવા માટે તૈયાર છે…આગામી 4 માર્ચના રોજ એપલ એક ખાસ ઈવેન્ટનું આયોજન કરી રહી છે.જેમાં કંપની તેના અત્યાર સુધીના સૌથી પરવડે તેવા (Affordable) પ્રોડક્ટ્સ લોન્ચ કરી શકે છે.આ વખતે એપલ પરંપરાગત ઈવેન્ટથી હટકે ન્યૂયોર્ક, લંડન અને ચીનમાં સ્પેશિયલ એક્સપિરિયન્સ સેન્ટર્સ પર મીડિયાને આમંત્રિત કરી રહ્યું છે.

એપલ આ વખતે બજેટ સેગમેન્ટમાં મોટો દાવ રમવાની તૈયારીમાં છે..અહેવાલો મુજબ કંપની એક નવું મેકબુક લોન્ચ કરશે જેની કિંમત અંદાજે ₹46,000 આસપાસ હોઈ શકે છે. આમાં iPhone 16 Pro માં વપરાયેલું પાવરફુલ A18 Pro ચિપસેટ જોવા મળશે..તેમાં 12.9-ઇંચની LCD ડિસ્પ્લે મળવાની શક્યતા છે.ગયા વર્ષે iPhone 16e ની સફળતા બાદ એપલ હવે iPhone 17e લાવવા જઈ રહ્યું છે.આ ફોનમાં લેટેસ્ટ A19 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવશે.આ ઉપરાંત, તેમાં MagSafe સપોર્ટ પણ મળશે.. જે તેને બજેટ શ્રેણીમાં પ્રીમિયમ અનુભવ આપશે.

પ્રોફેશનલ યુઝર્સ માટે પણ એપલ પાસે ઘણું બધું છે. ગયા વર્ષે M5 ચિપ સાથેનું મેકબુક પ્રો આવ્યા બાદ હવે કંપની તેના વધુ પાવરફુલ વર્ઝન M5 Pro અને M5 Max લોન્ચ કરવા જઈ રહી છે.તેનું ડિઝાઈન અગાઉના મોડલ જેવું જ રહેશે..પરંતુ પરફોર્મન્સમાં મોટો ઉછાળો જોવા મળશે.

ટેબ્લેટ પ્રેમીઓ માટે એપલ M4 ચિપસેટ ધરાવતું નવું iPad Air અને બેઝિક યુઝર્સ માટે 12th Gen iPad લોન્ચ કરી શકે છે. જોકે, આના ફીચર્સ અંગે કંપનીએ હજુ ગુપ્તતા જાળવી રાખી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE