સાવધાન! દેશમાં 32 નકલી યુનિવર્સિટીઓનો પર્દાફાશ: UGCએ જાહેર કર્યું લિસ્ટ, દિલ્હીમાં સૌથી વધુ ‘માયાજાળ’

યુજીસીએ 12 રાજ્યોમાં ફેલાયેલી 32 નકલી યુનિવર્સિટીઓની યાદી જારી કરી છે..પ્રવેશ સામે ચેતવણી પણ આપી છે. આ સંસ્થાઓ યુજીસી કાયદા હેઠળ માન્ય નથી.. અને તેમને માન્ય ડિગ્રી આપવાનો અધિકાર નથી.દિલ્હીમાં સૌથી વધુ નકલી યુનિવર્સિટીઓ મળી આવી છે..અને આ યાદીમાં નવા રાજ્યો પણ ઉમેરવામાં આવ્યા છે.યુજીસીએ ચેતવણી આપી છે કે આ 32 સંસ્થાઓ દ્વારા આપવામાં આવેલી કોઈપણ ડિગ્રી રોજગાર અથવા વધુ અભ્યાસ માટે માન્ય રહેશે નહીં…વિદ્યાર્થીઓ અને વાલીઓને નોંધણી કરાવતા પહેલા યુજીસીની સત્તાવાર વેબસાઇટ પર યુનિવર્સિટી માન્યતા તપાસવાની સલાહ આપવામાં આવે છે.

12 નકલી યુનિવર્સિટીઓ સાથે દિલ્હી ટોચ પર

એક અહેવાલ મુજબ, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં સૌથી વધુ નકલી યુનિવર્સિટીઓ છે.. કુલ 12 છે..જેમાં અલીપોરમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એન્ડ ફિઝિકલ હેલ્થ સાયન્સિસ (AIIPHS),દરિયાગંજમાં કોમર્શિયલ યુનિવર્સિટી લિમિટેડ, યુનાઈટેડ નેશન્સ યુનિવર્સિટી, સ્વ-રોજગાર માટે વિશ્વકર્મા ઓપન યુનિવર્સિટી, કોટલા મુબારકપુરમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ એન્જિનિયરિંગ અને પીતમપુરામાં વર્લ્ડ પીસ ઓફ યુનાઈટેડ નેશન્સ યુનિવર્સિટી (WPUNU) સહિત અનેક સંસ્થાઓનો સમાવેશ થાય છે.

છેલ્લા બે વર્ષમાં નકલી સંસ્થાઓની સંખ્યા 20 થી વધીને 32 થઈ ગઈ છે.હરિયાણા, રાજસ્થાન, ઝારખંડ અને અરુણાચલ પ્રદેશ જેવા નવા રાજ્યોને યાદીમાં ઉમેરવામાં આવ્યા છે.. જેમાં દરેકમાં એક નકલી યુનિવર્સિટી મળી આવી છે.કમિશને બેંગલુરુમાં ગ્લોબલ હ્યુમન પીસ યુનિવર્સિટી નામથી કાર્યરત સંસ્થા અંગે ચોક્કસ ચેતવણી પણ જારી કરી છે..જેમાં જણાવ્યું છે કે,, તેની પાસે યુનિવર્સિટી તરીકે કામ કરવાનો અધિકાર નથી. શિક્ષણ નિષ્ણાતો કહે છે કે આવી સંસ્થાઓ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ફેકલ્ટી અથવા ધોરણો વિના કાર્ય કરે છે.વિદ્યાર્થીઓની કારકિર્દી અને પૈસા દાવ પર લાગેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE