મેક્રોનનો ‘ઝકાસ’ અંદાજ! અનિલ કપૂર અને શબાના આઝમી સાથે ફ્રેન્ચ રાષ્ટ્રપતિની મુલાકાત, તસવીરો વાયરલ.

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુંબઈની મુલાકાત દરમિયાન અનેક બોલીવુડ કલાકારો અને ફિલ્મ હસ્તીઓ સાથે મળ્યા. તેમણે તેમની સાથે કલા અને સંસ્કૃતિ વિશે ચર્ચા કરી.આ હસ્તીઓમાં શબાના આઝમી ઉપરાંત અનેક પ્રખ્યાત કલાકારો અને સંગીતકારનો પણ સમાવેશ થાય છે.

ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મંગળવારે કેટલાક બોલીવુડ સ્ટાર્સ સાથે ખાસ મુલાકાત કરી હતી. આમાં શબાના આઝમી, અનિલ કપૂર, મનોજ બાજપેયી, દિગ્દર્શક ઝોયા અખ્તર, રિચા ચઢ્ઢા અને ગ્રેમી વિજેતા સંગીતકાર રિકી કેજનો સમાવેશ થાય છે. તેઓ અનેક કલાકારો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ખાસ કરીને અનિલ કપૂર સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.

આ ખાસ મુલાકાત પછી બોલિવૂડ સ્ટાર્સ ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે અનેક ફોટા માટે પોઝ આપે છે.શક્ય છે કે આ મુલાકાત પછી ભારત અને ફ્રાન્સ વચ્ચે ફિલ્મો અંગે ભાગીદારી જોવા મળે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE