સોના અને ચાંદીના ભાવ (ગોલ્ડ રેટ અને સિલ્વર રેટ) માં ભારે સુધારો જોવા મળી રહ્યો છે. સોમવાર 16 ફેબ્રુઆરીના રોજ MCX ગોલ્ડ અને MCX સિલ્વર ફ્યુચર્સ માં ઘટાડો જોવા મળી રહ્યો છે.બજાર ખુલતાની સાથે જ MCX ગોલ્ડ ફ્યુચર્સ ના ભાવમાં 1% થી વધુનો ઘટાડો જોવા મળ્યો… સોનાના ભાવ 1.55 ના સ્તરથી નીચે આવી ગયા.માર્ચ એક્સપાયરીના ચાંદીના ભાવમાં પણ 3% સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
સવારે 10:40 વાગ્યે સોનાના ભાવ ₹1,334 નો ઘટાડો દર્શાવી રહ્યા હતા.. જેના કારણે ભાવ ₹1,54,561 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે.ચાંદીના ભાવ ₹7,162 નો ઘટાડો જોવા મળ્યો.જેના કારણે ભાવ ₹2,37,198 પ્રતિ કિલોગ્રામ થયો છે. છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવ ₹1.57 લાખની આસપાસ સ્થિર હતા.પરંતુ આજના ઘટાડાએ બજારમાં ઉથલપાથલ મચાવી છે.
કેમ ઘટી રહ્યા છે ભાવ ?
બજારના નિષ્ણાતો માને છે કે, વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતાઈ અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી નફા-બુકિંગની સ્થાનિક બજાર પર અસર પડી રહી છે.તાજેતરના અઠવાડિયામાં થયેલા ઉછાળા પછી, રોકાણકારો હવે ઊંચા ભાવે વેચાણ કરી રહ્યા છે.
લગ્નની મોસમ દરમિયાન ગ્રાહકો માટે આ ઘટાડો એક શ્રેષ્ઠ તક સાબિત થઈ શકે છે. જોકે, બજારની અસ્થિરતાને ધ્યાનમાં રાખીને, ખરીદી કરતા પહેલા તમારા સ્થાનિક બુલિયન બજાર અથવા વિશ્વસનીય ઝવેરીઓ સાથે અંતિમ દરની પુષ્ટિ કરવાની સલાહ આપવામાં આવે છે.. કારણ કે GST અને મેકિંગ ચાર્જ ઉમેરવામાં આવશે.
Post Views: 0











