“માત્ર મુલાકાત નહીં, મહાશક્તિ બનવાની તૈયારી: પીએમ મોદીની મલેશિયા યાત્રાથી એશિયાની રાજનીતિમાં ગરમાવો!”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 અને 8 ફેબ્રુઆરીએ દક્ષિણપૂર્વ એશિયાઈ મુસ્લિમ રાષ્ટ્ર મલેશિયાની સત્તાવાર મુલાકાત લેશે.આ મુલાકાત મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમના આમંત્રણ પર થઈ રહી છે. અને એવા સમયે થઈ રહી છે જ્યારે ભારત-મલેશિયા સંબંધો એક નવા વ્યૂહાત્મક તબક્કામાં પ્રવેશ્યા છે.આ વડાપ્રધાન મોદીની મલેશિયાની ત્રીજી મુલાકાત હશે.ઓગસ્ટ 2024માં અનવર ઇબ્રાહિમની ભારત મુલાકાત પછીની પ્રથમ દ્વિપક્ષીય ઉચ્ચ-સ્તરીય બેઠક હશે.

પીએમ મોદીની મુલાકાત પણ મહત્વપૂર્ણ છે કારણ કે, તેમણે છેલ્લે 2015માં મલેશિયાની મુલાકાત લીધી હતી.જ્યારે બંને દેશોએ તેમના સંબંધોને ઉન્નત વ્યૂહાત્મક ભાગીદારીમાં અપગ્રેડ કર્યા હતા.ત્યારબાદ, ઓગસ્ટ 2024માં અનવર ઇબ્રાહિમની ભારત મુલાકાત દરમિયાન સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી દરજ્જામાં વધુ ઉન્નત કરવામાં આવ્યા હતા.

ભાગીદારી પ્રગતિ અને ભવિષ્યનો રોડમેપ

આ મુલાકાત દરમિયાન બંને નેતાઓ ઓગસ્ટ 2024માં શરૂ કરાયેલી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરશે અને આગામી વર્ષો માટે સ્પષ્ટ રોડમેપ નક્કી કરશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી મલેશિયાના નેતૃત્વ સાથે મુલાકાત કરે અને ત્યાં ભારતીય સમુદાયને સંબોધિત કરે તેવી અપેક્ષા છે.વિદેશ મંત્રાલય (MEA) અનુસાર આ મુલાકાત ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી અને ASEAN દેશો સાથેના સંબંધોને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.

મોદી-અનવર વાતચીત: કયા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે?

દ્વિપક્ષીય વેપારને વધુ સંતુલિત અને ટકાઉ બનાવવા માટે બંને દેશો વ્યાપક આર્થિક સહકાર કરાર (CECA) ની સંયુક્ત સમીક્ષા પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે.મલેશિયા હાલમાં ASEAN ક્ષેત્રમાં ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર લગભગ $20 બિલિયન છે.

ભારત અને મલેશિયા સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં બહુપક્ષીય સહયોગ વ્યવસ્થા પર કામ કરી રહ્યા છે, જેને આ મુલાકાતની મુખ્ય સિદ્ધિઓમાંની એક માનવામાં આવે છે.

ચર્ચા માટે મુખ્ય એજન્ડા

વડાપ્રધાન મોદી અને અનવર ઇબ્રાહિમ

વેપાર અને રોકાણ

સંરક્ષણ અને સુરક્ષા

સેમિકન્ડક્ટર અને ડિજિટલ ટેકનોલોજી

નવીનીકરણીય ઉર્જા

શિક્ષણ અને આરોગ્યસંભાળ જેવા મુખ્ય ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરશે. ભારત-મલેશિયા CEO ફોરમની 10મી બેઠક પણ આ સમયગાળા દરમિયાન કુઆલાલંપુરમાં યોજાશે.પીએમ મોદી નવા વેપાર અને રોકાણની તકો અંગે ચર્ચા કરવા માટે અગ્રણી મલેશિયન ઉદ્યોગપતિઓ અને સીઈઓ સાથે મુલાકાત કરશે.મલેશિયામાં ભારતીય મૂળના આશરે 2.9 મિલિયન લોકો રહે છે.જેમને વડાપ્રધાન સંબોધિત કરી શકે છે.

ડિજિટલ પેમેન્ટ્સ અને સંરક્ષણ સહયોગ પર કરાર શક્ય

આ મુલાકાત દરમિયાન સંરક્ષણ, સુરક્ષા અને દરિયાઈ સહયોગને મજબૂત બનાવવા પર ખાસ ભાર મૂકવામાં આવશે..આપત્તિ વ્યવસ્થાપન અને યુએન પીસકીપિંગ જેવા ક્ષેત્રોમાં સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર થવાની સંભાવના છે.

સ્ટાર્ટઅપ્સ અને નવીનતામાં ભાગીદારી પર પણ ચર્ચા કરવામાં આવશે.વિદેશ મંત્રાલયે સંકેત આપ્યો છે કે ભારતના નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન (NPCI) દ્વારા ડિજિટલ ચુકવણી સંબંધિત એક મુખ્ય કરાર પર પણ હસ્તાક્ષર થઈ શકે છે..જેને આ મુલાકાતની એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE