ઇસ્લામાબાદ લોહીલુહાણ: શુક્રવારની નમાજ દરમિયાન મસ્જિદમાં ભયાનક બ્લાસ્ટ, 31ના મોત અને 169 ઘાયલ!

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક મસ્જિદમાં આત્મઘાતી હુમલો થયો. શુક્રવારની નમાજ દરમિયાન તરલાઈ વિસ્તારમાં આવેલા ઇમામ બરગાહ ખાદીજાત-ઉલ-કુબ્રામાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો.આ વિસ્ફોટમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.વિસ્ફોટ બાદ સમગ્ર શહેરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવી છે.પાકિસ્તાની મીડિયા અહેવાલો અનુસાર, તહરીક-એ-તાલિબાન (TTP) સાથે જોડાયેલા હુમલાખોરે ગેટ પર રોકાયા બાદ પોતાને ઉડાવી દીધો. આત્મઘાતી હુમલામાં 31 લોકોના મોત, 169 ઘાયલ થયા હતા..

વિસ્ફોટ સ્થળ શિયા મસ્જિદ છે. 31 લોકો માર્યા ગયા છે અને 169 થી વધુ ઘાયલ થયા.ઘટના બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે.પ્રાથમિક માહિતી મુજબ વિસ્ફોટ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ હતો.ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ શવકત મિર્ઝીયોયેવની બે દિવસીય સત્તાવાર મુલાકાત દરમિયાન આ હુમલો થયો હતો.

ઇસ્લામાબાદ કેપિટલ ટેરિટરી પોલીસના પ્રવક્તા તાકી જાવદે જણાવ્યું કે, વિસ્ફોટનું સ્વરૂપ નક્કી કરવું હજુ વહેલું છે. અને ફોરેન્સિક ટીમોને એ નક્કી કરવાની જરૂર પડશે કે તે આત્મઘાતી હુમલો હતો કે પ્લાન્ટેડ બોમ્બ.

લોકો પોતાનો જીવ બચાવવા દોડવા લાગ્યા

વિસ્ફોટથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો.લોકો પોતાનો જીવ બચાવવા દોડતા જોવા મળ્યા.પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક પહોંચી અને બચાવ અને રાહત કામગીરી શરૂ કરી. ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા.. જેમાં લોકો ઇમામ બારગાહની જમીન પર બેભાન અવસ્થામાં પડેલા જોવા મળ્યા.. જ્યારે અન્ય લોકો એકબીજાને મદદ કરતા જોવા મળ્યા.

હોસ્પિટલોમાં કટોકટી જાહેર

સુરક્ષા એજન્સીઓએ કડક દેખરેખ રાખીને ઇમામ બારગાહ અને આસપાસના વિસ્તારને ઘેરી લીધો છે.રાજધાનીના પોલીક્લિનિક, પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (PIMS) અને CDA હોસ્પિટલમાં કટોકટી જાહેર કરવામાં આવી છે.PIMS એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (ED) ના નિર્દેશ પર હોસ્પિટલમાં કટોકટી જાહેર કરવામાં આવી છે.પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુખ્ય કટોકટી, ઓર્થોપેડિક, બર્ન સેન્ટર અને ન્યુરોલોજી વિભાગોને સક્રિય કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE