માનવતા મરી પરવારી? નજીવા ઝઘડામાં સગીરોએ કરી ડિલિવરી બોયની હત્યા, પાંડવ નગર સ્તબ્ધ

દિલ્હીમાં ગઈકાલે રાત્રે એક ચોંકાવનારી ઘટના બની.ઝઘડા બાદ પૂર્વ દિલ્હીના પાંડવ નગર વિસ્તારમાં સગીરોએ ડિલિવરી બોયની છરીના ઘા મારીને હત્યા કરી દીધી.પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે.

દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, 2 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8 વાગ્યે પાંડવ નગરમાં આચાર્ય નિકેતનમાં છરાના ઘા અંગે પીસીઆર કોલ આવ્યો હતો. પોલીસ પહોંચતા ડિલિવરી એક્ઝિક્યુટિવ અરુણ રાજ ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો.અરુણ 22 વર્ષનો હતો.તેને ગળા અને છાતીમાં છરાના અનેક ઘા સાથે એલબીએસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ત્રણ સગીરો મોટરસાયકલ પર આવ્યા હતા.સામાન્ય ઝઘડા બાદ તેઓએ અરુણ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો અને ઘટનાસ્થળેથી ભાગી ગયા. ક્રાઈમ ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું.પોલીસે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળ અને આસપાસના રસ્તાઓ પરથી સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. હુમલામાં સામેલ તમામ વ્યક્તિઓ સગીર છે. ત્રણ સગીરોની ધરપકડ કરવામાં આવી છે.વધુ તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE