એર ઈન્ડિયા એક્શન મોડમાં: બોઈંગ 787ના ફ્યુઅલ સ્વિચમાં ખામી જણાતા તાત્કાલિક તપાસના આદેશ

સોમવારના રોજ લંડનથી બેંગલુરુ જતા પહેલા એર ઇન્ડિયાના એક પાઇલટે બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચમાં ખામીની જાણ કરી હતી.જેના કારણે વિમાનને ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યું હતું.આ ઘટના બાદ, એર ઇન્ડિયાએ તેના બોઇંગ 787 ડ્રીમલાઇનર કાફલા પર ફ્યુઅલ કંટ્રોલ સ્વીચની તપાસ શરૂ કરી છે.

વિમાન લંડનથી બેંગલુરુ જતી AI-132 ફ્લાઇટ ચલાવી રહ્યું હતું અને સોમવારે સવારે બેંગલુરુમાં ઉતરાણ કર્યું હતું. તેમાં લગભગ 200 લોકો સવાર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, ફ્યુઅલ કંટ્રોલ સ્વીચ રન પોઝિશનમાં નહોતું અને કટ-ઓફ પોઝિશન પર ખસેડાયું હતું.એન્જિન ચાલુ અને બંધ કરવા માટે અનુક્રમે રન અને કટ-ઓફનો ઉપયોગ કરવામાં આવે છે.

ડ્રીમલાઇનર વિમાનની તપાસ હજુ પણ ચાલુ છે.સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે લગભગ અડધા એરક્રાફ્ટ ફ્લીટનું નિરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે અને કોઈ ખામી મળી નથી..પરંતુ બાકીના એર ઇન્ડિયા વિમાનની તપાસ હજુ પણ ચાલુ છે. લંડન-બેંગલુરુ ફ્લાઇટમાં ખામી સર્જાયા બાદ એરલાઇનના એન્જિનિયરિંગ વિભાગે આ બાબતને પ્રાથમિક તપાસ માટે બોઇંગને મોકલી છે.

એર ઇન્ડિયા પાસે 33 બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઇન્ડિયાના ફ્લાઇટ ઓપરેશન્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ મનીષ ઉપ્પલે બોઇંગ 787 પાઇલટ્સને જાણ કરી હતી કે એરલાઇને સમગ્ર કાફલામાં વિમાનના ઇંધણ નિયંત્રણ સ્વીચોનું ફરીથી નિરીક્ષણ શરૂ કર્યું છે.એરલાઇનની એન્જિનિયરિંગ ટીમે પ્રાથમિક તપાસ માટે આ બાબત બોઇંગને મોકલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE