2027 ની વસ્તી ગણતરી દરમિયાન નાગરિકોની જાતિની નોંધણી, વર્ગીકરણ અને ચકાસણી કરવાની પ્રક્રિયાને પડકારતી જાહેર હિતની અરજી (PIL) સાંભળવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કર્યો છે. જોકે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને ભારતના રજિસ્ટ્રાર જનરલ અને વસ્તી ગણતરી કમિશનરના કાર્યાલયને અરજદાર દ્વારા કરવામાં આવેલા સૂચનો પર વિચાર કરવા કહ્યું છે.
કોર્ટે શું કહ્યું…
મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેન્ચે સ્પષ્ટતા કરી કે, જાતિના આંકડાઓને ઓળખવા માટે કોઈ પૂર્વ-નિર્ધારિત ડેટા નથી.બેન્ચે જણાવ્યું કે, સમગ્ર વસ્તી ગણતરી પ્રક્રિયા વસ્તી ગણતરી અધિનિયમ, 1958 અને તેના હેઠળ બનાવેલા 1990 ના નિયમો દ્વારા સંચાલિત થાય છે. જે સંબંધિત અધિકારીઓને વસ્તી ગણતરીની રીત અને અવકાશ નક્કી કરવાની સત્તા આપે છે.
કોર્ટે વિશ્વાસ વ્યક્ત કર્યો
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે,તેને કોઈ શંકા નથી કે સંબંધિત અધિકારીઓ, વિષય નિષ્ણાતોની મદદથી, એક મજબૂત સિસ્ટમ વિકસાવશે જે ભૂલની કોઈપણ સંભાવનાને દૂર કરશે.કોર્ટે એ પણ સ્વીકાર્યું કે, અરજદાર દ્વારા ઉઠાવવામાં આવેલા કેટલાક મુદ્દાઓ સંબંધિત હતા.રજિસ્ટ્રાર જનરલ સમક્ષ પહેલાથી જ ઉઠાવવામાં આવ્યા હતા.
આ અવલોકનો સાથે, સુપ્રીમ કોર્ટે અરજીનો નિકાલ કર્યો અને કેન્દ્ર સરકારને અરજીમાં આપવામાં આવેલી કાનૂની નોટિસ અને સૂચનો પર વિચાર કરવાનો નિર્દેશ આપ્યો. 2027 ની વસ્તી ગણતરી દેશની 16મી રાષ્ટ્રીય વસ્તી ગણતરી હશે. તે 1931 પછીની પ્રથમ વ્યાપક જાતિ આધારિત વસ્તી ગણતરી હશે.તે ભારતની પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી પણ હશે..જે ડેટા સંગ્રહ અને વિશ્લેષણમાં મોટો ફેરફાર લાવવાની અપેક્ષા છે.
અરજીમાં કયા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા
આ અરજી શિક્ષણવિદ આકાશ ગોયલ દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેનું પ્રતિનિધિત્વ વરિષ્ઠ વકીલ મુક્તા ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું.અરજીમાં પ્રક્રિયામાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે જાતિ સંબંધિત માહિતી રેકોર્ડ કરવા, વર્ગીકૃત કરવા અને ચકાસવા માટે ઉપયોગમાં લેવાતી પ્રશ્નાવલીને જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી.
અરજદારે આરોપ લગાવ્યો હતો કે વસ્તી ગણતરી સંચાલન નિયામક દ્વારા હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે નાગરિકોની જાતિ ઓળખ રેકોર્ડ કરવા માટે કયા માપદંડ અપનાવવામાં આવશે. જ્યારે આ વખતે જાતિ વસ્તી ગણતરીનો વ્યાપ અનુસૂચિત જાતિ અને જનજાતિથી આગળ વધારવામાં આવી રહ્યો છે
Post Views: 124











