સંસદમાં ઈતિહાસ રચાશે: આજે રવિવારે રજૂ થશે દેશનું બજેટ

ભારતીય સંસદીય ઈતિહાસમાં આજે એક નવો અધ્યાય જોડાવા જઈ રહ્યો છે.નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે નાણાકીય વર્ષ 2026-27નું કેન્દ્રીય બજેટ રજૂ કરશે.આ પ્રથમ વખત બનશે જ્યારે રવિવારના રજાના દિવસે સંસદમાં બજેટ ભાષણ યોજાશે.લોકસભા સ્પીકર ઓમ બિરલાની ઔપચારિક જાહેરાત બાદ આજે સમગ્ર દેશની નજર નાણામંત્રીના પોટલી પર ટકેલી છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણના નામે વધુ એક સિદ્ધિ:
આ બજેટ નિર્મલા સીતારમણ માટે વ્યક્તિગત રીતે પણ ખૂબ મહત્વનું છે
સતત 9મું બજેટ: તેઓ આજે પોતાનું સતત 9મું બજેટ રજૂ કરશે.
મોરારજી દેસાઈના રેકોર્ડની નજીક: ભારતનો સર્વાધિક 10 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણામંત્રી મોરારજી દેસાઈના નામે છે.સીતારમણ હવે આ ઐતિહાસિક આંકડાથી માત્ર એક ડગલું દૂર છે.
બજેટ 202627નું સંપૂર્ણ શેડ્યૂલ
બજેટ સત્રની શરૂઆત 28 જાન્યુઆરીથી થઈ ચૂકી છે.જેની મુખ્ય વિગતો નીચે મુજબ છે:
28 જાન્યુઆરી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના સંબોધન સાથે સત્રનો પ્રારંભ થયો.
29 જાન્યુઆરી: નાણામંત્રી દ્વારા સંસદના બંને ગૃહોમાં ‘આર્થિક સર્વેક્ષણ’ (Economic Survey) રજૂ કરવામાં આવ્યું.
1ફેબ્રુઆરી (આજે): સવારે 11 વાગ્યે નાણામંત્રીનું બજેટ ભાષણ શરૂ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE