ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય: કેવિન વોર્શ બનશે ફેડરલ રિઝર્વના નવા વડા, જેરોમ પોવેલની લેશે વિદાય

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે,તેઓ અમેરિકાની સેન્ટ્રલ બેંક’ફેડરલ રિઝર્વ’ના આગામી ચેરમેન તરીકે કેવિન વોર્શના નામનું નામાંકન કરશે.જો સેનેટ દ્વારા મંજૂરી મળશે.તો વોર્શ મે મહિનામાં વર્તમાન ચેરમેન જેરોમ પોવેલનું સ્થાન લેશે.આ ફેરફાર અમેરિકાની આર્થિક નીતિઓમાં મોટા બદલાવના સંકેત આપી રહ્યો છે.
કેમ ચર્ચામાં છે આ નિમણૂંક?
ફેડરલ રિઝર્વ એ વિશ્વની સૌથી શક્તિશાળી આર્થિક સંસ્થાઓમાંની એક છે.અત્યાર સુધી આ સંસ્થા રાજકીય હસ્તક્ષેપથી મુક્ત રહીને સ્વતંત્ર રીતે નિર્ણયો લેતી હતી.જોકે, નિષ્ણાતો માને છે કે,કેવિન વોર્શની નિમણૂંક દ્વારા ટ્રમ્પ વ્હાઇટ હાઉસનો ફેડરલ રિઝર્વ પર પ્રભાવ વધારવા માંગે છે. જેનાથી ફેડની સ્વાયત્તતા સામે સવાલો ઉભા થઈ શકે છે.
કોણ છે કેવિન વોર્શ?
અનુભવ: 55 વર્ષીય વોર્શ 2006 થી 2011 દરમિયાન ફેડરલ રિઝર્વ બોર્ડના સભ્ય રહી ચૂક્યા છે.
રેકોર્ડ: માત્ર 35 વર્ષની વયે ગવર્નર બનીને તેમણે ફેડના ઇતિહાસમાં સૌથી યુવા ગવર્નર બનવાનું બહુમાન મેળવ્યું હતું.
વર્તમાન ભૂમિકા: હાલમાં તેઓ હૂવર ઇન્સ્ટિટ્યુશનમાં ફેલો અને સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાં લેક્ચરર તરીકે કાર્યરત છે.
વિરોધાભાસ: વોર્શ ભૂતકાળમાં ઉંચા વ્યાજ દરોના સમર્થક રહ્યા છે.પરંતુ તાજેતરમાં તેમણે વ્યાજ દરો ઘટાડવાના ટ્રમ્પના વિચાર પ્રત્યે સકારાત્મક વલણ દર્શાવ્યું છે.
ટ્રમ્પ અને જેરોમ પોવેલ વચ્ચેનો વિવાદ
નોંધનીય છે કે, જેરોમ પોવેલની નિમણૂક 2017માં ટ્રમ્પે જ કરી હતી.પરંતુ વ્યાજ દરોમાં ઝડપથી ઘટાડો ન કરવા બદલ ટ્રમ્પ વારંવાર પોવેલની જાહેર આલોચના કરતા રહ્યા છે.ટ્રમ્પ ઈચ્છે છે કે, વ્યાજ દરો ઓછા રહે જેથી અર્થતંત્રમાં તેજી આવે,જ્યારે પોવેલ મોંઘવારીને કાબૂમાં લેવા માટે વ્યાજ દરો જાળવી રાખવા પર ભાર મૂકતા હતા.
નવા ચેરમેન સામેના પડકારો
જો કેવિન વોર્શ આ પદ સંભાળશે, તો તેમની સામે મુખ્ય ત્રણ પડકારો હશે:
1. મોંઘવારી: અમેરિકામાં વધતી જતી મોંઘવારીને કાબૂમાં લેવી.
2. સ્વાયત્તતા: ફેડરલ રિઝર્વની રાજકીય સ્વતંત્રતા જાળવી રાખવી.
3. બજારની પ્રતિક્રિયા: વ્યાજ દરોમાં ફેરફાર સમયે શેરબજાર અને વૈશ્વિક અર્થતંત્રની સ્થિરતા જાળવવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE