જામનગરના મોડપર ગામના પાટિયા પાસે ઈકો કારમાંથી દારૂની 48 બોટલ સાથે એક શખ્સની ધરપકડ

Jamnagar Liquor Crime : જામનગર–રાજકોટ હાઈવે પર આવેલ મોડપર ગામના પાટિયા પાસેથી એક ઈકો કારમાં અંગ્રેજી દારૂની 48 બોટલ મળી આવતા એલસીબીએ એક શખ્સની ધરપકડ કરી કુલ મળી રૂા.3.24 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ બાતમીના આધારે એલસીબીએ જામનગર–રાજકોટ હાઈવે પર આવેલ મોડપર ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. દરમ્યાન અહીંથી પસાર થતી ઈકો કારને રોકાવી તલાશી લેતાં તેમાંથી અંગ્રેજી દારૂની 48 બોટલ મળી આવતાં મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના માલફળિયા પાનગુડા ગામના શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે અંગ્રેજી દારૂ ઉપરાંત રૂપિયા ત્રણ લાખની કિંમતની કાર તેમજ રૂપિયા પાંચ હજારની કિંમતનો મોબાઈલ એમ કુલ રૂપિયા 3.24 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો અને પૂછપરછ હાથ ધરતાં જોડિયા તાલુકાના પીઠડ ગામે રહેતાં ધર્મેન્દ્ર રાવત નામના શખ્સે આ વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યાની કબૂલાત આપતાં તેની સામે પણ ફરાર જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE