પૂર્વ સાંસદ રાઠવાના ભત્રીજાની ગોળી ધરબી હત્યા

ગુજરાત ના પૂર્વ સાંસદ તથા ટ્રાઈફેડનાં ચેરમેન રામસિંગ રાઠવાના ભત્રીજાની મોડીરાત્રે ગોળી ધરબીને હત્યા થતા ખળભળાટ સર્જાયો છે. પંચાયત ચૂંટણીમાં અગાઉના વેરઝેરમાં નિવૃત આર્મીમેન સહીત સ્થાનિક બે શખ્સોએ તેનું ઢીમ ઢાળી દીધુ હતું. મૃતક કુલદીપ રાઠવા ભાજપ યુવા મોરચાનો કાર્યકર હતો.

બનાવની વિગતો અનુસાર મોટર સાયકલ પર આવીને ફાયરિંગ કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા. શંકર રાઠવા નિવૃત્ત આર્મી જવાન છે. અગાઉ ગ્રામપંચાયતની ચૂંટણીમાં શંકર રાઠવાની મૃતક સાથે થયેલ ઝગડાની અદાવત રાખી હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી છે.

મૃતક કુલદીપ રાઠવા ટ્રાઈફેડના ચેરમેન અને પૂર્વ સાંસદ રામસિંગ રાઠવાના નાના ભાઈનો પુત્ર હતો. આરોપી હાલ ફરાર છે અને મૃતદેહને કવાંટ હોસ્પિટલમાં ખસેડાયો છે.

છોટા ઉદેપુરમાં બીજેપી નેતાની હત્યાને લઈને ઈન્ચાર્જ એસપીએ કહ્યું કે, મુખ્ય આરોપી શંકર રાઠવાની અટકાયત કરવામાં આવી છે. અન્ય ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

શંકર રાઠવા નિવૃત આર્મી જવાન છે. પીપલદી ગામની નજીકના એક ગામમાંથી શંકર રાઠવાની અટકાયત કરવામાં આવી છે. જ્યારે બીજા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

આ હત્યાના બનાવ અંગે રામસિંહ રાઠવાએ કહ્યું કે, હાલ મને ઝઘડા વિશે કોઈ માહિતી નથી. કુલદીપ યુવા મોરચાનો કાર્યકર હતો. કુલદીપને કોઈ સાથે દુશ્મનાવટ હતી કે નહીં તેની મને ખબર નથી. શંકર રાઠવા આર્મીમાંથી ભાગીને આવ્યો છે. શંકર રાઠવાને કોઈપણ ભોગે ચૂંટણી લડવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE