મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં કંપની સામે કલમ 302 દાખલ કરવાની માંગ સાથેની અરજી રદ

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં ટ્રેજેડી વિકટીમ એસો. દ્વારા જુદીજુદી અરજીઓ કરવામાં આવી હતી જેમાં રી-ઇન્વેસ્ટીગેશન, કંપનીને આરોપી બનાવો તેમજ 302 ની કલમનો ઉમેરો તેની અરજીનો સમાવેશ થાય છે જે ત્રણ અરજીને મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવેલ છે

મોરબીમાં ઝુલતો પુલ તા 30/10/22 ના રોજ તૂટી ગયો હતો અને ત્યાર બાદ બીજા જ દિવસે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ નોંધાયેલ છે અને આ ગુનામાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને 10 આરોપીને પકડવામાં આવ્યા હતા તે પૈકીનાં મોટાભાગના જામીન મુક્ત થઈ ગયેલ છે. તેવામાં આ કેસમાં ભોગ બનેલા લોકો દ્વારા બનાવવામાં આવેલ ટ્રેજેડી વિકટીમ એસો. દ્વારા જુદીજુદી અરજીઓ કરવામાં આવી હતી તેને ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા રદ્દ કરવામાં આવેલ છે.

મોરબી જીલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની પાસેથી મળી રહેલા માહિતી મુજબ ભોગ બનનારના વકીલે રી-ઇન્વેસ્ટીગેશન, 302 ની કલમનો ઉમેરો કરવામાં આવે તેમજ કંપનીને આરોપી બનાવવામાં આવે તેવા માટેની માંગ સાથે કોર્ટમાં અરજી કરી હતી. અને તે તમામ અરજીને આજે મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટના જજ ડી.પી. મહિડા દ્વારા રદ્દ કરવામાં આવેલ છે. અને આ કેસમાં આગામી તા 1/10/24 ની મુદત પડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE