Paris Olympics 2024 : વધુ એક ભારતીય શૂટરે ઓલિમ્પિકમાં તિરંગો લહેરાવ્યો, સ્વપ્નિલ કુસલે પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

Paris Olympics 2024 : વધુ એક ભારતીય શૂટરે ઓલિમ્પિકમાં તિરંગો લહેરાવ્યો છે. શૂટર સ્વપ્નિલ કુસલેએ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સ્વપિનલ કુસલેએ 451.4 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. તેણે વિશ્વના નંબર 1 શૂટરને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભારતના સ્વપ્નિલ કુસલે ઈતિહાસ રચ્યો છે. સ્વપ્નિલે પુરુષોની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પ્રથમ વખત કોઈ ભારતીય શૂટરે ઓલિમ્પિકની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન ઈવેન્ટમાં મેડલ જીત્યો છે. પેરિસ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. આ પહેલા ભારતના છેલ્લા બે મેડલ પણ શૂટિંગમાં આવ્યા હતા. સ્વપ્નિલે કુલ 451.4 પોઈન્ટ મેળવ્યા છે.

12 વર્ષથી ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો

વધુ એક ભારતીય શૂટરે ઓલિમ્પિકમાં ત્રિરંગો લહેરાવ્યો છે. શૂટર સ્વપ્નિલ કુસલેએ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. સ્વપ્નિલ કુસલેની આ જીત ઐતિહાસિક છે કારણ કે તે આ ઈવેન્ટમાં ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય છે. કોલ્હાપુરના આ 29 વર્ષના શૂટર માટે આ પ્રથમ ઓલિમ્પિક છે.આ ખેલાડી 12 વર્ષથી ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો અને જ્યારે તેને પેરિસમાં તક મળી ત્યારે તેણે ઈતિહાસ રચી દીધો.

https://x.com/sportwalkmedia/status/1818924363480989749

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE