ખોખડદળમાં પાર્ટી પ્લોટને માત્ર સીલની કાર્યવાહીથી અધિકારીઓની ભાગ બટાઈ હોવાની આશંકા… ?

રૂડાએ ખોખડદળ ગામના પાર્ટી પ્લોટનું બાંધકામ તોડવાના બદલે માત્ર સીલ મારી સંતોષ માન્યો

શરતભંગ મુદ્દે TRP ગેમ ઝોનના જમીન માલિકને 26 લાખનો દંડ તો પાર્ટી પ્લોટ ધારકોને કેમ નહીં ?

બિનખેતી વગર, લે આઉટ-પ્લાન પાસ કર્યા વગર અને ફાયર એનઓસી લીધા વગરના ડઝનથી વધુ ગેરકાયદે પાર્ટી પ્લોટ ધમધમતા હતા

ખોખડદળ ગામે ખેતીની જમીન ઉપર વર્ષોથી ગેરકાયદે પાર્ટી પ્લોટ ઊભા કરી ખેતીનું વીજ કનેક્શન વાપરી લાખો રૂપિયાના ભાડા વસૂલતા ડઝનેકથી વધુ પાર્ટી પ્લોટને ફક્ત સીલ કરી રૂડાએ માત્ર સંતોષ માન્યો છે કે TRP ગેમ ઝોનની જેમ દંડનીય કાર્યવાહી કરાશે? 14,883 ચો.મી. જમીનનો રેસિડેન્શિયલના બદલે કોમર્શિયલ ઉપયોગ કરતા પાર્ટી પ્લોટનું બાંધકામ તોડવાના બદલે માત્ર સીલ મારી તંત્રએ કાર્યવાહી કરી લીધાનો “ભાર” ઓછો કર્યો છે. શરતભંગ મામલે TRP ગેમ ઝોનના જમીન માલિકને 26.21 લાખનો દંડ ફટકારાયો તો આવા કોમર્શિયલ ઉપયોગ કરતા પાર્ટી પ્લોટ માલિકોને કેમ નહિ !? તંત્રની બેધારી નીતિ રીતિ કાર્યવાહી સામે લોકોમાં રોષ ભભૂક્યો છે. એકને ખોળ અને એકને ગોળ જેવી નીતિ રીતિ તંત્રએ અપનાવી છે. આ કાર્યવાહીમાં અધિકારીઓની ભાગ બટાઇ છે કે તંત્રના આંખ આડા કાન.. તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. શરતભંગ મામલે TRP ગેમ ઝોનના જમીન માલિકને 26.21 લાખનો દંડ ફટકારાયો હોવાનું જાણવા મળેલ છે ત્યારે 14,883 ચો.મી. જમીનનો રેસિડેન્શિયલને બદલે કોમર્શિયલ ઉપયોગ કરતા પાર્ટી પ્લોટનું બાંધકામ તોડવા માત્ર આદેશ આપ્યો હોવાનું જાણવા મળેલ છે. ખેતીની જમીન પર પાર્ટી પ્લોટ ઉભા કરી ખેતીલાયક વીજ કનેક્શન લઇ લાખોના ભાડા ખેડૂતો વસૂલી રહ્યા હતા તો હવે દંડની કાર્યવાહી કેમ નહિ ?

ખોખડદળ ગામે ડઝનથી વધુ ચાલતા ગેરકાયદે પાર્ટી પ્લોટને તાળા લાગ્યા છે. ખોખડદળ ગામના પાર્ટી પ્લોટ ગેરકાયદે હોવાનું બહાર આવ્યું છે. રૂડાએ ફાયર એનઓસી અને લે-આઉટ પ્લાન પાસ વગરના પાર્ટી પ્લોટને તાળા મારી દીધા છે. એક પાર્ટી પ્લોટ ધારકે કબૂલ્યું કે, તાળા ખોલાવવા માટે જમીનને બિનખેતીમાં પરીવર્તીત કરી, લે આઉટ પ્લાન પાસ કરાવી અને ફાયર એનઓસી મેળવવી જરૂરી છે. રાજકોટ અગ્નિકાંડનો રેલો હવે પાર્ટી પ્લોટ ધારકોને આવ્યો છે. ખોખડદળ ગામે ચાલતા ગેરકાયદે ચાલતા ડઝનેકથી વધુ પાર્ટી પ્લોટને તંત્રએ તાળા મારી દેતા દેકારો બોલી ગયો છે. ખોખડદળ ગામે આવેલા, ફ્લોરન્સ, નિર્વાણ, રંગમહેલ, શ્રીજી, સેલિબ્રેશન, ગ્રીન એપલ, ધ શુભ, આર.કે.સહિતના પાર્ટી પ્લોટને રૂડાના ફાયર વિભાગે એનઓસી બાબતે સીલ મારી દીધા છે. જ્યારે શ્રી, રોકડીયા ગ્રીન ફાર્મ અને રૂદ્ર પાર્ટી પ્લોટ ધારકોએ સ્વૈચ્છિક રીતે બંધ કરી દીધા છે. ખોખડદળ ગામે ડઝનથી વધુ ગેરકાયદે રીતે પાર્ટી પ્લોટો ચાલી રહ્યા હતા. ત્યારે સવાલ એ થાય કે, ડઝનથી વધુ ગેરકાયદે પાર્ટી પ્લોટ ખડકાઈ ગયા ત્યાં સુધી શું તંત્રને ખ્યાલ નહીં હોય…? એક પાર્ટી પ્લોટ ધારકે જણાવ્યું હતું કે, તંત્ર સીલ મારી ગયું છે જ્યારે હવે તે ખોલાવવા માટે ખેતીની જમીનને બિનખેતીમાં પરીવર્તીત કરી, લે આઉટ- પ્લાન પાસ કરાવી અને ફાયર એનઓસી મેળવ્યા બાદ જ પાર્ટી પ્લોટ ખુલશે. તેનો મતલબ એવો થયો કે, મોટાભાગના પાર્ટી પ્લોટ ખેતીની જમીન પર ધમધમી રહ્યા હતા તેવું સાબિત થયું છે. અગાઉ પણ ભારત હેડલાઈને આવા ગેરકાયદે ચાલતા પાર્ટી પ્લોટ વિશે જે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો ત્યારબાદ તંત્ર હરકતમાં આવ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE