જિ. પંચા.ના પૂર્વ પ્રમુખ ભુપત બોદરે ત્રંબા પંથકમાં વિકાસકામો માટે ગ્રાન્ટ ફાળવતા ભાનુબેન બાબરીયા અને જીતુ સોમાણીનો આભાર માન્યો

રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ બોદરએ રાજયના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનો રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાં વિકાસ કાર્યો માટે માતબર રકમની ગ્રાન્ટની ફાળવણી કરવા બદલ જાહેર આભાર વ્યકત કર્યો છે. કેબીનેટ મંત્રી અને ધારાસભ્ય ભાનુબેન બાબરીયા દ્વારા રાજકોટ જિલ્લાના કસ્તુરબા ધામ જિલ્લા પંચાયત સીટના વિવિધ ગામોમાં વિકાસ કાર્યો માટે ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. જેમાં રાજકોટ જિલ્લાના કાળીપાટ ગામે એપ્રોચ રોડથી રામજી મંદિર ચોરા સુધી આર.સી.સી. રોડના કામ માટે રૂા.૪.૯૦ લાખ, કાથરોટા ગામે કોઝવે (કાથરોટા ગામે ધીરૂ જાદવ મેરની વાડી પાસે કોઝવે બનાવવાના કામ) માટે રૂા. ૪ લાખ, લોઠડા ગામે ઘટતી ભૂગર્ભ ગટર ( લોઠડા ગામે નવી સ્કુલથી બેચરભાઈ ભરવાડના ઘર તરફ ભૂગર્ભ ગટરનું કામ તથા અન્ય શેરીઓમાં ભૂગર્ભ ગટરનું કામ) રૂા. ૪ લાખ, વડાળી ગામે પેવર બ્લોક, સ્મશાનમાં ખૂટતા પેવર બ્લોકના કામ માટે રૂા.૪ લાખ, લોધીડા ગામે સુખનાથ સોસાયટીમાં પેવર બ્લોકના કામ માટે રૂા.૪ લાખ, ત્રંબા કસ્તુરબા ધામ ગામે જુના પાદર હનુમાનજી મંદીર સુધી ઘટતા સી.સી. રોડના કામ માટે રૂા.૫ લાખ, હડમતીયા (ગોલીડા) ગામે ઘટતી ભૂગર્ભ ગટર કામ માટે રૂ. ૨ લાખ. કસ્તુરબા ધામ જિલ્લા પંચાયત સીટમાં બેસવાના બાંકડા માટે રૂા.૩ લાખનો સમાવેશ થાય છે. વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની ગ્રાન્ટમાંથી રાજકોટ જિલ્લાના સણોસરા , વાજડીગઢ પરા પીપળીયા, વેજાગામ, કુવાડવા, ફાડદંગ, માલીયાસણ હડમતીયા બેડી, મનહરપુરમાં પણ વિવિધ વિકાસકાર્યો માટે ગ્રાન્ટ માંથી માતબર રકમની ફાળવણી કરવામાં આવેલ છે. જેનાથી રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાં વિકાસને વેગ મળશે તેમ ભુપતભાઈ બોદરે જણાવ્યું હતું.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Comment

READ MORE

READ MORE