રાજકોટઃ શહેરના વોર્ડનં.૧૭માં હુડકો ક્વાર્ટર બંધ ગલીમાં માર્કેટ સમિતિના ચેરમેન તથા કોર્પોરૈટર રવજીભાઈ મકવાણાની ગ્રાન્ટમાંથી પેવિંગ બ્લોક નાખવાનું ખાતમુહુર્ત પૂર્વ શાસકપક્ષ નેતા તથા કોર્પોરેટર વિનુભાઈ ઘવા, માર્કેટ સમિતિના ચેરમેન તથા કોર્પોરેટર રવજીભાઈ મકવાણા, કોર્પોરેટર કીર્તીબા રાણાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વોર્ડનં.૧૭ના પ્રભારી જયંતીભાઈ નોંધણવદરા, મહામંત્રી રાજુભાઈ મકવાણા, રાજકોટ શહેર ભાજપ કિશાન મોરચો ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ, યોગેશભાઈ ભટ્ટ, વોર્ડ મહિલા પ્રમુખ ઇલાબેન સરવૈયા, મહેન્દ્રભાઈ ગોહેલ, જયેશભાઈ સરવૈયા, દુલર્ભભાઈ વાઘેલા, વિમલભાઈ ગોહેલ, નિશાબેન, રીતાબા જાડેજા, ગૌતાબેન શેખલીયા, રીટાબેન, સુભાબેન સિંઘવ, મોનાબેન, શારદાબેન તથા લતાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Post Views: 104