રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઇમ દ્વારા યોજાશે ઇન્સ્ટોલેશન સેરેમની : હોદ્દેદારો શપથ લેશે

રોટરી કલબ ઓફ રાજકોટ પ્રાઇમનો ચોથો વાર્ષિક સમારોહનો ઇન્સ્ટોલેકશન શેરીમની તા. ૧૧ ના ગુરૂવારે સાંજે ૭ વાગ્યાથી હોટલ સયાજી વૃંદાવન સોસાયટી મેઇન રોડ, કાલાવડ રોડ ખાતે યોજાયેલ છે. જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના મંદિરના બ્રહ્મતીર્થ સ્વામી (કોઠારી) અતિથિ વિશેષ તરીકે તેમજ ડિસ્ટ્રીક ગવર્નર તુષારભાઇ શાહ ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે હાજરી આપશે. પ્રેસિડેન્ટ તરીકે કમલેશ કાનાબાર, સેક્રેટરી જેનીશ પંડયા, વાઇસ પ્રેસિડન્ટ નિલેશભાઇ ગઢવી, અમિતભાઇ કોટક તથા કમિટી મેમ્બરોનો પદ ગ્રહણ સમારોહ યોજાશે. અત્રે ઉલ્લેખનિય છે કે રોટરી પ્રાઇમ કે જે બ્લડ ડોનેશન કેમ્પ, હેલ્થ ચેકઅપ કેમ્પ, શાળાના બાળકોને નોટબુક વિતરણ જેવી પ્રવૃતિઓ કરી રહ્યા છે તેમ કમલેશ કાનાબાર (પ્રમુખ મો. ૯૬૬૨૦ ૩૯૩૩૯ ), જેનિશ પડીઆ (સેક્રેટરી મો. ૯૯૦૯૦ ૭૨૦૧૧), નિહાર ચંદારાણા (પ્રેસિડન્ટ ઇલે.) તુષાર સીમરીયા, શ્રેયાંસ મેહતા (વિકાસ પબ્લીસીટી) ની યાદીમાં જણાવાયું છે.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Comment

READ MORE

READ MORE