રાજકોટમાં આવતીકાલે ખાણીપીણી બંધ

TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ સીલિંગ સામે વિરોધ; હોટલ, રેસ્ટોરાં, બેંકવેટ હોલ અને પાર્ટીપ્લોટના સંચાલકો જોડાશે ભારત હેડલાઈન, તા.૮ ૨૫મી મે ૨૦૨૪ના રોજ રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ થયો હતો. રાજ્ય ત્યારબાદ અજય સાટારી અચવટી હોલ અને પાર્ટીપ્લોટ સામે કાર્યવાહી કરાઈ હતી. આ એકમોને નોટિસ આપ્યા વગર સીલિંગની કરવામાં આવતી કામગીરી સામે વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જેની સામે વિરોધના ભાગ રૂપે આગામી ૧૦ જુલાઈ ૨૦૨૪ને બુધવારના રોજ રાજકોટમાં તમામ હોસ્પિટાલિટી સાથે સંકળાયેલા હોટલ, રેસ્ટોરાં, બેંકવેટ હોલ અને પાર્ટીપ્લોટના સંચાલકો દ્વારા બંધ પાડી વિરોધ નોંધાવવામાં આવશે.રાજકોટના રેસ્ટોરાં સંચાલક મેહુલ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા ટીમ દ્વારા હોટલ, રેસ્ટોરાં, બેંકવેટ હોલ અને પાર્ટીપ્લોટ ઉપર ઘોંસ બોલાવી કોઈ પણ નોટિસ વગર એકમોને સીધા સીલ કરી ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા પણ સીલ ખોલવું જરૂરી અમારી માગ એક જ છે કે, રાજકોટ મનપા ટીમ દ્વારા અમને યોગ્ય સમય આપવામાં આવે અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે. ઘણા બધા એકમોમાં ફાયર માટેના સાધનો ઉપલબ્ધ છે, પરંતુ ખૂટતા સાધનો પરિપૂર્ણ કરવા અમે બંધાયેલા છીએ, પરંતુ આ માટે અમને સમય આપવામાં આવે. કારણ કે એકમોને સીધા સીલ કરવાથી અમને આર્થિક પણ નુકસાન થઈ શકે તેમ છે અને ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરવા પણ સીલ ખોલવું જરૂરી બની છે જે માટે કનડગતતા થઇ રહી છે. દેવામાં આવી રહ્યા છે, જેના કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે.

નિયમ મુજબ નોટિસ પાઠવી ફાયર મામલે ખૂટતી સુવિધા પર્યાપ્ત કરવા તમામ લોકો બંધાયેલા છીએ, પરંતુ સમય આપ્યા વગર સીધા એકમો સીલ કરી દેવામાં આવતા અમારે ન છૂટકે વિરોધમાં ઉતરવું પડી રહ્યું છે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં હોટલ, રેસ્ટોરાં, બેંકવેટ હોલ અને પાર્ટીપ્લોટ સહિત નાના મોટા ૧૦૦૦ જેટલા એકમો આવેલા છે, જે બધા લોકો સાથે મળી નિર્ણય કરવામાં આવ્યો છે કે, આગામી તારીખ ૧૦ જુલાઈ ૨૦૨૪ના રોજ સવારના ૬ વાગ્યાથી બીજા દિવસ સવારના ૬ વાગ્યા સુધી બધા જ લોકો ધંધારોજગાર બંધ પાડી વિરોધમાં જોડાશે. રાજકોટના કાલાવડ રોડ પર સયાજી હોટલ પાસે TRP ગેમ ઝોનમાં ૨૫ મેને શનિવારે સાંજે સાડાપાંચ વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમો અને તાલુકા પોલીસ સ્ટેશનની ટીમો દોડી ગઈ હતી.

ફાયરબ્રિગેડની ટીમોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બાદમાં અંદર સર્ચ કરતાં એક પછી એક એમ ૨૭ મૃતદેહ મળ્યા હતા. માત્ર ૫૫ મિનિટમાં જ ૨૪ મૃતદેહ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. મૃતદેહની હાલત એવી થઈ ગઈ કે ઉગમ ટેસ્ટથી ઓળખ મેળવવા પરિવારજનોનાં સેમ્પલ એર એમ્બ્યુલન્સથી ગાંધીનગર એરલિફ્ટ કરવાની નોબત આવી હતી. પુરાવાનો નાશ કરવા રાજકોટ મનપાનાં પાંચ જેસીબી કામે લાગ્યાંની ઘટનાના ૨૪ કલાકમાં જ આખા ગેમ ઝોનને ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. ગેમ ઝોનની જગ્યા હાલ મેદાનમાં ફેરવાઈ ગઈ છે. ગેમ ઝોન ધ્વસ્ત થયા પછી પણ માનવઅંગો મળ્યાં, જેને સિવિલ હોસ્પિટલ ઉગમ રિપોર્ટ માટે ખસેડાયાં હતાં.

Whatsapp channel https://whatsapp.com/channel/0029VaKmdnVHrDZgKfgsso0F

Android app https://play.google.com/store/apps/details?id=appinventor.ai_server.bharatheadlinenews

Instagram https://www.instagram.com/bharatheadlinenews/

Facebook https://www.facebook.com/bharatheadlinenewsrajkot

Youtube https://www.youtube.com/channel/UCOwXK5FMM3aKAkWzog

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

READ MORE

READ MORE