ઉનામાં વડલા ચોક વિસ્તારમાં ભગવાન જગન્નાથની રથયાત્રામા કોમી એકતાના દર્શન થયા
રિપોર્ટર :- અબ્દુલ પઠાણ પ્રત્રકાર ઉના ગીર સોમનાથ
ઉનામાં વડલા ચોક વિસ્તારમાં આજે ભગવાન જગન્નાથની યાત્રા ખૂબ ધૂમધામ પૂર્વક નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ હતો ત્યારે વડલા ચોક વિસ્તારમાં મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા યાત્રાનું ધૂમધામ પૂર્વક સ્વાગત કરવામાં આવ્યું જેમાં મુસ્લિમ સમાજના આગેવાન અબ્બાસભાઈ સુમરાણી યુસુફભાઈ તવક્કલ અજમેરી મંડપ સર્વિસના માલિક હનીફભાઈ તથા હુસેન બાપુ તેમજ સમાજના આગેવાનો દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રામા જોડાયા તેમજ તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું આ તકે પોલીસ પ્રશાસનનું પણ મુસ્લિમ બિરાદરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે આ યાત્રામાં કોમી એકતા ના દર્શન જોવા મળ્યા હતા
Post Views: 0











